- ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં પ્લેન અકસ્માત
- પાયલોટ અને મુસાફરનું ઘટનાસ્થળે જ મોત
ઇન્ટરનેશનલ: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના માઉન્ટ બ્યુટીમાં શનિવારે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પ્લેન ક્રેશ થયું હતું જેમાં બે લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી IANSએ શિન્હુઆના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે વિક્ટોરિયાના ઉત્તર-પૂર્વમાં સ્થિત માઉન્ટ બ્યુટી આલ્પાઇન નેશનલ પાર્કથી ઘેરાયેલું નાનું શહેર છે. માઉન્ટ બ્યુટીમાં તળાવો, જંગલો અને બરફના મેદાનો આવેલા છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના માઉન્ટ બ્યુટીમાં શનિવારે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પ્લેન ક્રેશ થયું હતું, જેમાં બે લોકોના મોત થયા હતા.
પાયલોટ અને મુસાફર બંનેનું ઘટનાસ્થળે જ મોત:
શિન્હુઆના સમાચાર અનુસાર, પ્લેન સ્થાનિક સમય અનુસાર બપોરે 1:45 વાગ્યે ક્રેશ થયું હતું. વિમાન એમ્બેન્કમેન્ટ ડ્રાઇવ ઉપરથી ઉડી રહ્યું હતું ત્યારે તે અથડાયું હતું. પાયલોટ અને મુસાફર બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેમની ઓળખને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
મૃતક વિમાનમાં એકમાત્ર મુસાફર હતો:
વિક્ટોરિયા પોલીસના જણાવ્યા અનુસાર, તે પ્લેનમાં એકમાત્ર પેસેન્જર હતો. વિક્ટોરિયા રાજ્યની કન્ટ્રી ફાયર ઓથોરિટીએ એક નિવેદનમાં સંકેત આપ્યો છે કે ક્રેશ થયેલું વિમાન ‘સંચાલિત ગ્લાઈડર’ હતું.