- વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હવે UAEમાં
- આ એરપોર્ટમાં 400 ટર્મિનલ ગેટ અને હશે પાંચ રનવે
- આ એરપોર્ટનું નામ હશે “અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ”
આંતરરાષ્ટ્રીય: વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હવે UAEમાં બનવા જઈ રહ્યું છે. જેનું નામ અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે.
26 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતું આ એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા પાંચ ગણું મોટું હશે.તેમજ આ એરપોર્ટમાં 400 ટર્મિનલ ગેટ અને પાંચ રનવે પણ સામેલ હશે. AED 128 બિલિયનના ખર્ચે નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી.
રવિવારે, દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મક્તૂમે AED 128 બિલિયનના ખર્ચે એક નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી આપી હતી. તેમજ તેમણે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી યોજના આપણા બાળકો અને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસની ખાતરી કરશે. આ એરપોર્ટ બનાવવાનું કામ 2013માં જ શરૂ કરવામાં આવ્યું હતું.
દુબઈ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. તેમજ વર્ષ 2022માં દુબઈ એરપોર્ટનો ઉપયોગ 66 મિલિયન મુસાફરો દ્વારા કરવામાં આવ્યો હતો.
દુબઈની સરકારી એરલાઈન અમીરાતના ચેરમેન શેખ અહમદ બિન સઈદ અલ-મક્તૂમે જણાવ્યું હતું કે એરપોર્ટ ફ્લેગશિપ કેરિયર અમીરાત અને તેની ઓછી કિંમતની એરલાઈન ફ્લાય દુબઈ તેમજ વિશ્વને દુબઈ સાથે જોડતા તમામ એરલાઈન ભાગીદારો માટે નવું ઘર સાબિત થશે.