રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેન’ને રિલીઝ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે પણ તેની ખાસ વાત એ છે કે દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી હોવા છતાં ‘સિંઘમ અગેન’ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણની ‘સિંઘમ અગેન’ સાથે જોડાયેલી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તે લેડી કોપના રૂપમાં ઉગ્ર અંદાજમાં જોવા મળી હતી.
નવા લૂકમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમની સ્ટાઈલમાં જોવા મળી. તેણે સિંઘમનો અજય દેવગનનો પ્રખ્યાત પોઝ બનાવ્યો, જેમાં તે એક દબંગ પોલીસ અધિકારી તરીકે જોવા દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ લુક શેર કરતા દીપિકા પાદુકોણે હેશટેગ્સ સાથે લખ્યું, “લેડી સિંઘમ”, “શક્તિ શેટ્ટી.” જણાવી દઈએ કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી હશે. દીપિકા પાદુકોણને પહેલીવાર પોલીસ અવતારમાં જોવા માટે ચાહકો પણ ઉત્સુક છે.
એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, મેડમ, અમારી ધરપકડ કરી લો. અન્ય એક યુઝરે લખ્યું, અરે દીપિકા, મને આજીવન કારાવાસમાં નાખી દો. એક યુઝરે લખ્યું, તે દરેક રોલ આટલી સારી રીતે કેવી રીતે ભજવે છે? જણાવી દઈએ કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે રણવીર સિંહ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.