સોનાના સળગતા ભાવને લઈને ગરીબો માટે સોનું ખરીદવું સપનું બની ગયુ છે, તેવામાં વધૂ એક ચિંતાજનક સમાચાર જાણવા મળી રહ્યા છે આગાહી અનુસાર સોનાના ભાવ 1. 68 લાખ સુધી પહોંચી શકે છે. હાલમાં સોનાનો ભાવ 72,000 થી 75,000ની વચ્ચે ચાલી રહ્યો છે અને લેવાનો વિચાર હોય તો નવી ભવિષ્યવાણી જોતાં લાગે છે હાલમાં લઈ લેવાય કારણ કે પછી લાખ ઉપર પડશે.
વિઘ્નહર્તા ગોલ્ડના ચેરમેન મહેન્દ્ર લુણિયાએ એવું કહ્યું કે 2030 સુધીમાં 10 ગ્રામ સોનાના ભાવ 1.68 લાખ રુપિયા પહોંચી શકે છે. સોનાના ભાવ વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમાં વૈશ્વિક યુદ્ધ અને આર્થિક મંદી સહિત ઘણા કારણો જવાબદાર છે.
સોનાના ભાવમાં કેમ વધારો?
સોનાના ભાવ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ફૂગાવો, આર્થિક મંદી, ભૌગોલિક રાજકીય તણાવ, ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં કાપની અપેક્ષા જેવા ઘણા કારણો સામેલ છે.
હાલમાં કેટલો ભાવ
હાલમાં અલગ અલગ શહેરોમાં સોનાનો અલગ અલગ ભાવ છે. સામાન્ય રીતે તે 72 થી 75 હજારની વચ્ચે છે પરંતુ 2030 સુધીમાં તે વધીને 1 લાખને પાર પહોંચી શકે છે.