હાલાર: જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી બહાર પાડવામાં આવી હતી. ઉપરોકત ભરતી પ્રક્રિયા ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવે છે.આની સબંધિત તમામ ઉમેદવારોઓએ નોંધ લેવી.
વાત જાણે એમ છે કે કાગડાળે જે ભારતીઓની રાહ જોવાઈ રહી હતી, એ ભરતી જામનગર મહાનગર પાલિકા જાહેર કરે છે. ત્યાર બાદ અચાનક જ જે દિવસથી ભારતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થવાની હતી ત્યારે જ જામનગર મહાનગર પાલિકામાં કઈક તો થયું જેના કારણે ટેકનિકલ ક્ષતિ સર્જાય અને ફરમાન બહાર પડ્યું કે
“જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ(સિવિલ/મીકેનીકલ/ઈલેક્ટ્રીકલ) અને જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર નાં જાહેરાત ક્રમાંક : ૦૧ થી ૦૪ /૨૦૨૪-૨૫ જેની જાહેરાત નં. જેએમસી/પી.આર.ઓ./૦૩/૧૪/૨૦૨૪-૨૫ તા.૨૮/૦૬/૨૦૨૪ મુજબની જાહેરાત વર્તમાન પત્રો અને જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર તેમજ ઓજસ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ.
ઉપરોકત જાહેરાત ટેકનીકલ કારણોસર રદ કરવામાં આવે છે. આની સબંધિત તમામ ઉમેદવારોઓએ નોધ લેવી.”
આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે, આ ભરતીની જાહેરત થતાં જ પરીક્ષાઓની તૈયારી કરતાં વિયાર્થીઓમાં વિરોધનાં વાવડ પણ દેખાય હતાં અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ બાબતે પોતાની રજૂઆત પણ એક્સ ‘x’ મારફતે કરી હતી.
શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ?
શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ?
સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ?
ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ? pic.twitter.com/9s6V32a6td
— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 29, 2024
માટે હવે જોવાનું એ રહે કે વિલંબ બાદ આ ભરતી ફરી આવશે કે પછી હવે આ ભરતી ભૂલી જ જવાની છે?