હાલાર: યાત્રાધામ દ્વારકાના પ્રવાસે આવતા યાત્રિકો માટે ફરવાલાયક સ્થળ માટે હવે વધુ એક પ્રવાસન સ્થળ મળી રહેશે. કલ્યાણપુરનાં હર્ષદ ખાતે હર્ષદ માતાજી મંદિર પાછળ કોયલા ડુંગર પાસે ઘૂઘવતા સમુદ્ર કિનારે અંદાજીત 11 કરોડના ખર્ચે હરસિધ્ધિ વન તૈયાયર થયુ છેં. જે વનનું આજે રાજ્યના મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થતાં યાત્રિકો માટે ખુલ્લું મુકાશે. હરસિધ્ધિ વન બનતા હર્ષદનો પુનઃ દાયકો આવશે અને રોજગારી વધતા સ્થનિક દુકાનદારોને ધંધા પુનઃ ધમઘમતાં થશે.
કોયલા ડુંગર પર માં હરસિધ્ધિ બિરાજમાન છેં
હર્ષદ ખાતે કોયલા ડુંગર પર માં હરસિધ્ધિનાં બેસણા છેં. કહેવાય છેં કે, દરિયો ખેડવા જતા વહાણવટાઓની માં હરસિધ્ધિ રક્ષા કરે છેં. જેને વહાણવટી માતાજી તરીકે પણ કહે છેં. જો કે, હાલ કોયલા ડુંગર પર જવાની મનાઈ હોવાથી યાત્રિકો ડુંગર પર જઈ શકતા નથી.
હરસિધ્ધિ વન પ્રવાસીઓ માટેનું નવું નજરાણું
દ્વારકા-સોમનાથ સાંસ્કૃતિક કોરીડોરની મધ્યમાં આવેલ હરસિધ્ધિ વન પ્રવાસીઓને મોટી સંખ્યામાં આકર્ષિત કરશે.નેશનલ હાઇ-વેના મુખ્ય માર્ગથી ૨ કી.મી. દુર હોવાથી લોકોનો પ્રવાસ પણ સરળ રહેશે.આ વનમાં મુખ્ય દ્વાર,પ્રવેશ ૫રિસર,હરસિધ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા,સેરેમોનીયલ ગાર્ડન,શ્રી કૃષ્ણ ઉ૫વન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા,આયુષવન,વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન,તાડ વાટીકા,૫વિત્ર ઉ૫વન, lસ્ટોન મેઝ ગાર્ડન,સ્ટોન થેરાપી વોક વે,ગુગળ વન,કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.
ઉપરાંત બાળ વાટીકા,સેલ્ફી પોઇન્ટ ગાર્ડન,બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન,ગઝેબો,સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે.પર્યટકોને ધ્યાને લઇ પાર્કીંગ એરીયા,ટોયલેટ અને પીવાના પાણી,રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.સાથે સાથે આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ,પીપળો,પ્રાગવડ,દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ,નાળીયેર,બદામ,અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે.વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે.
અહીં કઈ રીતે પહોંચી શકો?
જો આપ ખાનગી વાહન સાથે હરસિધ્ધિ વન જતા હોવ તો દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે થઈ પહોંચી શકાશે.પોરબંદરથી પણ જઈ શકાય છેં. ઉપરાંત દ્વારકા, ખંભાળિયા અને પોરબંદરથી સરકારી બસ અને ખાનગી ટ્રાવેલ્સ પણ મળી રહે છેં.