- વારકાના કુરંગા ચોકડી નજીક અકસ્માતની કાળમુખી ઘટના
- ઉપલેટાનો પરિવાર દ્વારકાથી પરત ફરી રહ્યો હતો
- એક તરુણીનો જીવનદીપ બુજાતા પરિવારમાં અરેરાટી
હાલાર: વિકાસની હરણફાળ ભરતા દ્વારકા સહિત ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે આજે રવિવારના દિવસે દ્વારકાના કુરંગા ચોકડી નજીક અકસ્માતની કાળમુખી ઘટના સામે આવી હતી. ઉપલેટાનો પરિવાર દ્વારકાથી પરત ફરી રહ્યો હતો. આ વેળાએ અકસ્માત સર્જાયો હતો. ત્રણ કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત થયા હતો. જેમાં એક તરુણીનો જીવનદીપ બુજાતા પરિવારમાં અરેરાટી મચી છે. પરિજનોના રો કકડથી હૈયું ચિરાઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.વધુ 3 લોકોને ઇજા થતા જામનગર રીફર કરાયા છે.
અકસ્માત મામલે જાણવા મળતી વિગતો અનુસાર દ્વારકા દર્શન કરી ઉપલેટાનો પરિવાર પરત ફરી રહ્યો હતો. આ સમયે કુરંગા ચોકડી પાસે ત્રણ કાર અને એક બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ઉપલેટાનાં અંજનાબેન ભીખાભાઈ ધૂળ નામની 17 વર્ષીય તરૂણીનું કમકમાતીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ હતી. આ ઉપરાંત અકસ્માતને પગલે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી. આથી ત્રણેયને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે.
એ વાત મહત્વની છે કે, કોરંગા ચોકડી નજીકનો માર્ગ જાણે મોતનો માર્ગ હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં આજે વધુ એક અકસ્માતમાં તરૂણીનો જીવ જતા પરિવારજનોમાં ક્યારેય ન ભુલાય તેવી કુદરતી થપાટ લાગી છે. મહત્વનું છે કે રોડ પર કોઈ પશુ આડે ઉતર્યા બાદ અકસ્માત નડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.