હાલાર: જામનગરનાં માધવબાગમાં રહેતા આહીર પરિવારે ભાણવડનાં ધારાગઢ પાસે ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ કળા દિવસના કરૂણ દ્ર્શ્યો લોકોની નજર સામેથી હટતા નથી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસનાં ચોપડે વિગતો જાહેર થઈ છે કે,મૃતક અશોકભાઈ ધૂવા પાસેથી વિશાલ જાડેજા (વી.એમ.મેટલ ) બળજબરીથી 20 લાખ કઢાવવા માર મારી લખાણ કરાવ્યું હતું. જયારે વિશાલ પ્રાગડા (સમર્પણ સેલ) પાસેથી મરણજનારને 5.53 લાખ લેવાના હોય જે આપતાં ના હોય આમ બંને બાજુથી પરિવાર દુભાતા આ પગલું ભર્યું છે.
પોલીસે હાલ બંને શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેની તપાસમાં વધુ 2 આરોપીના નામ ખુલ્યા છે. જેને પણ પોલીસે પકડી પાડયા છે. આથી ધરપકડનો આંક 4 થયો છે.
ગત તા.૦૯/૦૭/૨૦૨૪ ના એ કાળમુખા દિવસે ભાણવડ તાલુકાના ધારાગઢ ગામની સીમમા એક પરીવારના ચાર સભ્યોએ સામુહીક આપધાત કરી લીધો હતો. જેમાં માથાભારે શખ્સોની સંડોવણી સામે આવી હતી. ગુન્હો નોંધાયોને તરત જ બે આરોપીઓ જેમ વિશાલસિંહ ફતુભા જાડેજા (રહે. જામનગર) અને વિશલભાઇ પરસોતમભાઇ પ્રાગડા (રહે. જામનગર) ને પોલીસે પકડી પાડ્યા હતાં. જેની અટક કરી રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરી ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવી ઘનિષ્ઠ તપાસ ચાલુ રાખી છે.
પોલીસની આંખની તપાસ દરમિયાન આરોપીઓએ વધુ બે શખ્સોના નામ ઉક્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક આરોપી શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને જયદિપસિંહ કનકસિંહ ઝાલાને પકડી પાડયા છે.પોલીસે આરોપી શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રહે. ઢીચડા) અને જયદિપસિંહ કનકસિંહ ઝાલા (રહે. જામનગર) ની ત્વરીત ધોરણે તપાસ હાથ ધરી બંને આરોપીઓને પકડી પાડી આ ગુન્હા સબબ તેઓની પુછપરછ કરી ધોરણસર અટક અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજઆ ગુન્હામા તમામ પ્રકારના પુરવાઓ એકત્રીત કરવા તપાસ હાલ ચાલુ છે. જેમાં હજુ પણ ધડાકા ભડાકા થઈ શકે છે.