- જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ગઈકાલે થયો હતો આતંકી હુમલો
- વિક્કી પહાડ જેઓએ દેશની રક્ષા કરતા કરતા શહાદત વહોરી
- વહાલસોયા પુત્રના જન્મદિવસની ઉજવણી અર્થે જવાના હતા વતનમાં
રાષ્ટ્રીય: જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ગઈકાલે આતંકી હુમલો થયો હતો. તેમાં ઇન્ડિયન એરફોર્સના જવાન વિક્કી પહાડ જેઓએ દેશની રક્ષા કરતા કરતા શહાદત વહોરી હતી. તેમની કહાનીએ ભલભલા માણસને પણ રોવડાવી મૂકે અને હચમચાવી નાંખે તેવી છે. હુમલામાં અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે આ ઘટનાની કરુણતા એ છે કે એક દિવસ બાદ વિક્કી પહાડના પોતાના વહાલસોયા પુત્રના જન્મદિવસની ઉજવણી અર્થે વતનમાં જઈ રહ્યા હતા. જોકે આ વાત જાણે કુદરતને મંજૂર ન હોય તેમ તેઓએ અકાળે દેશ માટે શહીદી વહોરી અને તેઓ અમર બની ગયા છે. પિતાના આગમનની આતુરતાથી રાહ જોતા પુત્રની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના પૂંછ આતંકી હુમલામાં શહીદ થયેલ વિક્કી પહાડની શહાદત માત્ર તેમના પરિજન માટે જ નહીં દેશ આખા માટે ભારે કરુણ છે. વિકી પહાડેનું વતન મધ્ય પ્રદેશના છિંદવાડામાં આવેલ છે. તેઓએ 2011માં તેઓએ સેનામાં જોડાવાનું સપનું સાકાર કર્યું હતું. 2011માં ભારતીય વાયુસેના (આઈએએફ)માં જોડાયા હતા. તેઓને હાર્દિક નામનો 5 વર્ષનો એક પુત્ર પણ છે. વિક્કી પહાડ એક દિવસ બાદ પોતાના પુત્રનો બર્થડે મનાવવા પોતાના ઘરે જવાના હતા.
તાજેતરમાં જ વિકી પહાડેની નાની બહેનની સગાઈ હોવાથી તેઓએ એક મહિનાની લાંબી રજા લીધી હતી. બાદમાં વિકી 18 એપ્રિલે ફરજ પર પાછા ફર્યાં હતા. 7 મેના દિવસે તેઓ ફરી છીંદવાડા આવવાના હતા. બે દિવસ બાદ 9 મેના દિવસે વિકીના પુત્ર હાર્દિકનો જન્મદિવસ છે. આથી વિક્કીએ રજા માટે અરજી કરી જ દીધી હતી અને તે 7 મેના રોજ છિંદવાડા પહોંચીને પોતાના પુત્રને સરપ્રાઈઝ આપવા માગતાં હતા.
payomatix