- જામનગરના હડિયાણા ગામમાં આવેલુ છે શિવ મંદિર
- લગભગ 1700 થી 1800 વર્ષ જૂનું શિવલિંગ છે
- શિવ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ વિસ્તારથી
ભગવાન શિવના ભક્તો દુનિયાના દરેક ખુણામાં વસેલા છે. ભગવાન શિવનો મહિમા અનેરો છે અને તેમાં પણ જામનગરમાં તો અઢળક શિવલિંગો આવેલા હોવાથી જામનગરને છોટીકાશી તરીકેનું બિરુદ પણ મળ્યું છે ત્યારે આજે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આવેલા શિવ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ. જ્યાં એક સમયે અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી હતી. આ મંદિરમાં મહાદેવ સ્વયંભુ પ્રગટ થયા હતા.
મંદિરના પૂજારી નરોતમગીરી ગોસ્વામીએ કહ્યું કે અહિંયા આ જે શિવલિંગ છે તે વર્ષો લગભગ 1700 થી 1800 વર્ષ જૂનું શિવલિંગ છે. પોતે છેલ્લા 30-40 વર્ષથી મંદિરની પુજા કરી રહ્યાં છે. આ મંદિર જામનગરના હડિયાણા ગામમાં આવેલુ છે.. જેને કાશી વિસ્તાર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે.. અહિંયા ભક્તો દુર દુરથી પોતાની મનોકામના પૂર્ણ થાય છે…
મંદિરની માન્યતા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ મંદિર પહેલા અહિંયા ગાડા રસ્તો હતો. ત્યારે એક વખત આ રસ્તા પર ગાડુ ચાલવાથી શિવલિંગના બે ભાગ થઈ ગયા હતા અને તેમાંથી લોહીની છેડ છુટી હતી. જેથી અહિંયા સ્વયંભુ મહાદેવ પ્રગટ થયેલા છે. ત્યારથી ભક્તો અહિંયા રોજ પૂજા-અર્ચના કરે છે.
આ મંદિરનો જિર્ણોદ્ધાર આજથી ઘણા વર્ષો પહેલા થયો હતો. અહિંયા શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડે છે. મહાદેવના દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે અને પોતાની માનતા પુરી કરે છે. આ મંદિરમાં આવો એટલે તમને ધન્યતાનો અનુભવ ચોક્કસથી થાય છે. શ્રાવણ મહિનામાં અહિંયા મેળો ભરાય છે. માન્યતા અંગે પુજારીએ એવો દાવો એક સમયે અહિંયા અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી હતી અને તે નગારૂ વગાડીને ગામને જગાડતો અને તેની પાસેથી લુંટ ચલાવતો હતો. સોમનાથનું મંદિર લૂંટયા બાદ અલાઉદ્દીન ખીલજી આ મંદિર લૂંટવા માટે આવ્યો હતો તેને નગારું વગાડી ગામને જગાડ્યું હતું. બાદ મંદિર પર તેનું સૈન્ય ત્રાટક્યું હતું આ વેળાએ ભગવાન શિવના પોઠીયાના કાનમાંથી ભમરાઓનું સૈન્ય છૂટું પડ્યું હતું અને તેમણે અલાઉદ્દીન ખીલજી પર હુમલો કરતા અલાઉદ્દીન ખીલજીને ભાગવાની નોબત આવી હતી તેવું પૌરાણિક ઇતિહાસ પણ આ મંદિર જણાવે છે.