- કાળમુખી લિફ્ટે 13 વર્ષીય સગીરનો ભોગ લીધો
- માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી નીપજ્યું મૃત્યુ
ગુજરાત: જામનગરમાં કાળમુખી લિફ્ટે સગીરનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. ગત સાંજના સમયગાળા દરમિયાન રણજીતનગર પટેલ સમાજમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માલવાહક લિફ્ટમાં ફસાઇ ગયેલા 13 વર્ષીય તરુણનું કમકમાટીભર્યું મોત થયાનું સામે આવ્યું છે. સગીર કેટરસમાં કામ કરતો હતો. જેનું માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણ થતાં 108 સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી હતી.
જામનગરમાં રણજીત નગર વિસ્તારમાં માલવાહકમાં લિફ્ટમાં ફસાઈ જવાથી 13 વર્ષીય તરુણનું મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી મચી છે. જામનગરમાં રણજીત નગર પટેલ સમાજના પ્રસંગ દરમિયાન કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ લિફ્ટ મારફતે સામાનની હેરાફેરી કરતા હતા. આ વેળાએ કેટરિંગના કર્મચારી તોસિફ અહેમદભાઈ મકવાણા (ઉ.વ.13) કે જે કોઈ લિફ્ટ માં ફસાયો હતો, તો સિફ્ટ બીજા માટે થી ત્રીજા માળે કેટરીનો સામાન ચડાવવા જતો હતો આ વેળાએ લિફ્ટ માં ફસાઈ ગયો હતો જેને લઇને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જે ઈજા જીવડતા બેડી ગામે આવેલ જામા મસ્જિદની બાજુમાં રહેતા તો સિંહ અહેમદ મકવાણા નામના 13 વર્ષીય વિદ્યાર્થી સગીરનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઈને ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ બનાવને લઈને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, આ મામલે અબ્બાસ હુસેનભાઇ મકવાણાએ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે અને હાલ આ પ્રકરણની સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એલ બી જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.
જુઓ આ ઘટનાનો વિડિયો: