- ભગવાનને અર્પણ કરાયેલી કીમતી વસ્તુઓની યાદી બનાવાશે
- આ કિંમતી આભૂષણોની યાદી છેલ્લે વર્ષ 1978 માં બની હતી
રાષ્ટ્રીય: ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના ખજાના એટલે કે રત્ન ભંડારના તમામ દ્વાર આજે ખોલવવામાં આવ્યા. એક વિશેષ દળે રત્ન ભંડાર ખોલ્યા છે જેને છેલ્લે 1985માં ખોલવામાં આવ્યા હતા. જ્યારે કે ભગવાનને અર્પણ કરાયેલા આભૂષણો તેમજ અન્ય કિમતી વસ્તુઓની યાદી છેલ્લે 1978માં બનાવવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા બાદ આ રત્નભંડાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ આખીય પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું છે. શ્રી જગન્નાથ મંદિરમાં આભૂષણો વાળી પેટીઓ રખવા માટે ભારે સુરક્ષા સાથેના સ્ટ્રોન્ગ રૂમ બનાવાયા છે. આ તમામ રત્નભંડારોની ખાસ યાદી તૈયાર કરાશે.
ઉલ્લેખનીય છે કે શ્રી જગન્નાથ મંદિરના રત્ન ભંડારના અંદરના રૂમમાં હિરા, સોના, કિંમતી રત્નો સહિત દુર્લભ આભૂષણોનો સંગ્રહ છે. સદીઓથી ભક્તો, રાજાઓ દ્વારા ભગવાનને દાન કરવામાં આવેલા આ ખજાનાને સંરક્ષિત કરાયો છે.