હાલાર: જામનગરમાં એકાદ માસ અગાઉ ઘરકામ માટે આવતી યુવતી પર સામુહિક દુષ્કર્મની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ હતી. શહેરની ઘાંચી ખડકી વિસ્તારમાં રહેતા હુશેન ગુલમામદ શેખ નામના શખ્સના પંચેશ્વર ટાવર વિસ્તારના ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતી પર હુશેન અને તેના મિત્ર હમીરખાન જાફરખાન જરવાર અને ફૈઝલ લતીફભાઈ ઈયલનાઓએ ફ્લેટમાં અને કાલાવડ રોડ પર આવેલા ફાર્મહાઉસ પર અવારનવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલ મુખ્ય આરોપીએ મોટા થાવરીયા નજીક ગૌચરની જમીન પર દબાણ કરી ફાર્મ હાઉસ ખડકી દેતા આજે કુખ્યાત આરોપીના ફાર્મ હાઉસ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર ગ્રામ્ય તાલુકાના પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ નાઓએ ૧૧ વીધા (ચો.મી. આશરે – ૧૮૪૫૮) જમીનમાં ‘ અશદ ફાર્મ હાઉસ ‘ તથા તાર ફેન્સિંગ કરી દબાણ કર્યું હતું. જે મામલે જાણ થતા આરોપીને અગાઉ નહોતીસ પાઠવી આધાર પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો હતો જો કે આ અંગે કોઈ નકાર આધાર પુરાવા ન હોવાથી આરોપી દ્વારા આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું ઉપરાંત જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી અને પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઓપરેશન ડિમોલ લેસન થકી જગ્યા ખુલ્લી કરવા કવાયત આદરવામાં આવી હતી.
મહત્વનું છે કે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ વિરૂધ્ધ હાલમાં જ નવેમ્બર – ૨૦૨૪ માં સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ., બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ 7 ગુના દાખલ થયેલ છે. આગાવ આરોપીના રહેણાંક મકાનમાંથી વીજ ચોરી પણ ઝડપાઈ હતી.