- સંસ્કારીનગરી જામનગરના શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના
- શિક્ષકે 2 બાળકોને શરિરના ગુપ્ત ભાગે અડપલાં કર્યા
હાલાર: દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાચડી શાળના લંપટ શિક્ષકના કાંડને પગલે ચર્ચના ચકડોળે ચડી છે. જામનગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી સામે આવી છે. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓને બેન્ડ માસ્ટરે ગુપ્તાંગ ભાગે અડપલાં કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
સંસ્કારીનગરી જામનગરના શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર દેશભરમાં જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં થતા સનસનાટી મચી ગઈ છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા અને હાલ જામનગરની સૈનિક સ્કુલમાં આઉટસોર્સીંગથી નોકરી કરતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી નામના શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અડપલાં કર્યાનો કૃત્યનો પ્રયાસ કર્યો હતો. કેરેક્ટરલેસ શિક્ષકે 12 વર્ષની ઉંમરના બન્ને બાળકોને શરિરના ગુપ્ત ભાગે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં ગુરૂ અને શિષ્યના સંબંધને લજાવતા બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ બાળકોને ધમકી પણ આપી હતી. અને જો કોઈને જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી હતી.
આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થતાં મામલો શાળાના પ્રિન્સીપાલ સુધી પહોંચ્યો હતો. જેને લઈને પ્રિન્સીપાલ શ્રેયશ મહેતાએ સ્થાનિક પોલીસમાં શિક્ષક પવનકુમાર જગદીશકુમાર ડાંગી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને જોડિયા પોલીસે લંપટ શિક્ષક સામે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.