હાલાર: કલ્યાણપુરનાં ખાખરડા ગામમાં પરબડી સીમમાં વજુભા બનેસંગ જાડેજા નામના વૃદ્ધની 15 જુલાઈની રાત્રે હત્યા થઈ હતી. આ પ્રકરણનો ભેદ ઉકેલ નાખવામાં પોલીસને સફળતા મળી છે પોલીસની તપાસમાં હથિયારો આરોપી પોલીસમેન જ હોવાનું ભોપાળુ છતું થયું છે. જે હત્યાનો આરોપી જ ખુદ પોલીસ કર્મચારી હોવાનું બહાર આવતા પોલીસ આલમમાં સોંપો પડી ગયો છે.
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજાએ હત્યાં નીપજાવી હતી. જે આરોપી પોલીસમેનની ધોરણોસર અટકાયત કરી ખંભાળિયા પોલીસે રિમાન્ડ સાથે કોર્ટમાં હાજર કર્યો છે. હાલ આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સોની સંડવણી છે. કે કેમ ? દેશ દિશામાં પોલીસે તપાસ આદરી છે.
શું હતો સમગ્ર બનાવ!
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરનાં ખાખરડા ગામમાં પરબડી સીમમાં ગત 15 જુલાઈની રાત્રે હત્યા થઈ હતી. 80 વર્ષના વૃદ્ધની હત્યાથી સનસનાટી મચી ગઈ હતી. ફળિયામાં નિંદ્રાધીન વૃદ્ધ પર મોડી રાત્રીના સમયગાળા દરમીયાન તિક્ષણ હથીયાર વડે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધની લોથ ઢળતા ખળભળાટ મચી ગયો હતો. પરબડી સીમ તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં વજુભા બનેસંગ જાડેજા (ઉ.વ. આશરે 80) નામના વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
15 જુલાઈના રાત્રીના 2 થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ખૂની ખેલ ખેલાયો હતો. વજુભા બનેસંગ જાડેજા પોતાના ફળિયામાં રાત્રે સૂતા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. જ્યાં નિંદ્રાધીન વજુભા પર અજાણ્યા શખ્સ ધારીયા જેવા તિક્ષણ હથીયાર વડે તૂટી પડ્યો હતો. જેમાં વૃદ્ધને ગળાના ભાગે ઘા મારતા તેની લોહીલુહાણ હાલત થઈ હતી. જે જીવલેણ સાબિત થતા વૃદ્ધનું કમકાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આરોપીઓને એટલું ખુન્નસ ચડી ગયું હતું કે બેરહમીપૂર્વક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા ખાટલો, ગોદળા સહિતની વસ્તુ લોહીલુડાણ થઈ હતી.