હાલાર: જામનગરમાં યુવતીને લગ્નની લાલચ આપી આરોપીએ અંગત પળોનો વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તેને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
વિગત એવી છે કે જામનગરના એક ફરીયાદીએ બે વર્ષ પહેલા આરોપી સાથે પ્રેમ સંબંધ થયેલ હોય અને બંને ફોન પર અવાર નવાર વાતો કરતા હતા તેમજ મળતા હતા. આ દરમિયાન મેલી મુરાદ ધરાવતા આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાનું કહિ સહમતીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અંગત પળોના ફોટા લઇ અશ્લીલ ફોટાઓ વેબસાઇટ પર મુકી તેની લીંક મોકલી વાયરલ કરી નાખ્યાં હતાં. આમ સમાજમાં ખોટી બદનામી કરેલ તેમજ ફરીયાદીને ઓનલાઈન જાહેર પ્લેટફોર્મ પર બદનામ કરવાનું કાર્ય કર્યું હતું.
જે અંગેની ફરિયાદ બાદ પોલીસે વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ હોય તે સમય દરમ્યાન સાયબર ક્રાઈમના HC પ્રણવભાઈ વસરા તથા PC વિકીભાઇ ઝાલાએ સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ અશ્લીલ ફોટા અંગેની માહિતી મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરી, માહિતી એકત્રિત કરી હતી, જે માહીતી ઉપરથી આરોપીના લોકેશન પડધરી રાજકોટ ખાતેનાં આવતા હતા. જેના આધારે પોલીસે આરોપી ચિરાગ અશોકભાઈ મકવાણા, (ઉવ ૨૩, ધંધો પ્રા.નોકરી રહે ખેંગારકા ગામ, તા. ધ્રોલ, જી. જામનગર) ને પકડી પાડી તેમની વિરુદ્ધ કાર્યવાહી આદરી છે.