- જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો
- એરફોર્સના કાફલા પર આતંકી હુમલો
- 5 જવાનો ઘાયલ થયાના મળી રહ્યા છે પ્રાથમિક અહેવાલ
રાષ્ટ્રીય: જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયાંની ઘટના પ્રકાશમાં આવી છે. આતંકી હુમલાને લઈને સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ પૂછમાં આતંકીઓએ ઈન્ડીયન એરફોર્સના કાફલાને નિશાન બનાવ્યો હતો. જેમાં ફાયરિંગ કરતા ઘણા જવાનો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યાં છે. આ ઘટનાને વારદાત આપી આતંકીઓ ભાગી છૂટ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પુંછના સરનકોટના સનાઈ ગામ પાસે ઈન્ડીયન એરફોર્સના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. બંદૂકધારી આતંકવાદીઓએ સરકારી શાળા નજીક એમઇએસ અને આઇએએફના વાહનો પર ગોળીબાર કર્યો હતો.
આ આતંકી હુમલામાં 5 થી વધુ જવાનો ઘાયલ થયાં હતા. આ હુમલાને અંજામ આપી આતંકીઓ ભાગી નીકળ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ વિસ્તાર ખૂંદી રહી છે. આતંકીઓ સુઘી પહોંચવા પોલીસ સાથે મળીને ઈન્ડીયન એરફોર્સે તાબડતોબ ઓપરેશન ચલાવ્યું હતું.