- બીજા તબક્કાની 88 બેઠકો પર સરેરાશ 60 ટકાથી વધુ મતદાન
- સાંજે 7 વાગ્યા સુધી કુલ 60.96% મતદાન થયું
- આ વખતે આ 88 લોકસભા સીટો પર લગભગ નવ ટકા ઓછું મતદાન
નેશનલ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની 88 બેઠકો પર સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ઉત્તર પૂર્વ રાજ્યોમાં સૌથી વધુ મતદાન થયું છે. ચૂંટણી પંચે બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાનના નવા આંકડા જાહેર કર્યા છે. જે મુજબ સાંજે 7 વાગ્યા સુધી કુલ 60.96% મતદાન થયું હતું.
નોંધનીય છે કે, ગત વખતે આ બેઠકો પર 70.09 ટકા મતદાન થયું હતું. મતલબ કે આ વખતે આ 88 લોકસભા સીટો પર લગભગ નવ ટકા ઓછું મતદાન થયું છે. શુક્રવારે બીજા તબક્કાના મતદાન સાથે, હવે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે.
બીજા તબક્કામાં 1.67 લાખ મતદાન મથકો પર 16 લાખથી વધુ મતદાન અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા હતાં, આ તબક્કામાં 15.88 કરોડથી વધુ મતદાતાઓ હતાં, જેમાં 8.08 કરોડ પુરૂષો, 7.8 કરોડ મહિલાઓ અને 5929 ત્રીજા લિંગના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં 20-29 વર્ષની વય જૂથના 34.8 લાખ પ્રથમ વખત મતદારો અને 3.28 કરોડ મતદારો છે.
-
બીજા તબક્કામાં અત્યાર સુધીમાં ક્યા રાજ્યનું કેટલું મતદાન
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ | મતદાન (ટકાવરીમાં) |
આસામ | 70.68% |
બિહાર | 54.17% |
છત્તીસગઢ | 72.51% |
જમ્મુ અને કાશ્મીર | 67.62% |
કર્ણાટક | 64.57% |
કેરળ | 55.71% |
મધ્ય પ્રદેશ | 77.18% |
મહારાષ્ટ્ર | 60.30% |
મણિપુર | 77.18% |
રાજસ્થાન | 60.30% |
ત્રિપુરા | 77.97% |
ઉત્તર પ્રદેશ | 53.17% |
પશ્ચિમ બંગાળ | 71.84% |
મળતી માહિતી મુજબ લોકસભાચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે દેશભરમાં 88 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 7 વાગ્યા સુધી સરેરાશ 60.96% મતદાન નોંધાયું હતું. ઉત્તર પૂર્વના રાજ્યોમાં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આસામમાં 70.68%, બિહારમાં 54.17%, છત્તીસગઢમાં 72.51%, જમ્મુ-કાશ્મીરમાં 67.22%, કર્ણાટકમાં 64.57%, કેરળમાં 65.04%, મધ્યપ્રદેશમાં 55.32%, મધ્યપ્રદેશમાં 55.32% મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં %, મણિપુરમાં ઉત્તર પ્રદેશમાં 77.18%, રાજસ્થાનમાં 60.06%, ત્રિપુરામાં 77.97%, ઉત્તર પ્રદેશમાં 53.17% અને પશ્ચિમ બંગાળમાં 71.84% મતદાન થયું હતું.