- એક પણ મતદાતા મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ
- અજાડ ટાપુ ખાતે ચૂંટણી કરાવવા પોલિંગ સ્ટાફ સુસજ્જ
હાલાર: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના અજાડ ટાપુ પર પ્રિસાઈડિંગ ઓફીસર, પોલિંગ ઓફીસર સહિતનો સ્ટાફ ઈવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી સાથે રવાના થયો છે.
ઉલ્લેખનિય છે કે, ૬૮-અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના ૮૧-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે, જે ટાપુ દરિયા કિનારાથી લગભગ ૧૦ કિ.મી. દૂર છે.
આ વિસ્તારના માત્ર ૪૦ મતદારો માટે તંબુ (Tent) માં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ટાપુ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવે છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે.
પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી ૧૩ કિ.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત ૪.૩ નોટીકલ માઇલ દરિયાઇ મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે.