હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક યુવાનની લોથ ઢળતા સનસનાટી મચી ગઇ છે. ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે પ્રેમ લગ્ન કરનાર બાવાજી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. જેને લઇને પોલીસ તંત્ર દોડતું થયું છે. તો નાના એવા ગામમાં હત્યાને લઈ સોંપો પડી ગયો છે. યુવાનના સાસરિયાઓ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.
આ લોહિયાળ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના શેઢાખાઈ ગામે પ્રેમ લગ્ન કરનાર બાવાજી યુવાનને પરલોક પહોંચાડી દેવાયો છે. ચર્ચા એવી ચાલી રહી છે કે પ્રેમ લગ્નનો ખાર રાખી હુમલો કરાયો હતો. જેને લઇને યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર કારગત ન નિવડતા યુવાને આખરી શ્વાસ લીધા હતા.
જેને લઇને જામનગર જી.જી હોસ્પિટલમાં તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરાયો છેં. જેને પગલે બનાવ હત્યામાં પલટાયો છે. આથી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી આદરી છે. બનાવના પગલે ભાણવડ પોલીસ જામનગર દોડી ગઈ છે.હત્યા મામલે મૃતકના પત્નીએ તેના ભાઈ, કાકા, સહિતના સામે ધગધગતા આરોપ લગાવતા હડકંપ મચી ગયો છે.