હાલાર: દારુ, જુગાર સહિતના દુષણને લઈ જામનગરનો બેડી વિસ્તાર વર્ષોથી બદનામીનો માર ભોગવી રહ્યો છે. જેના બોલતા પુરાવારૂપ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસના ડર વગર શખ્સો ખૂલે આમ વર્લીના આંકડા લેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. પરિણામે જામનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. તો સ્થાનિક પોલીસની કામગીરી સામે સો મણનો સવાલ ઊભો થયો છે.
જામનગરના બેડી વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાતો હોવાનો ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે..જેમાં વરલીના આંકડા લખતા-લખાવતા અને રૂપિયાની લેતીદેતી કરતા શખ્સો વીડિયોમાં દ્રશ્યમાન થાય છે. પોલીસના ડર વગર શખ્સો ખુલ્લેઆમ જુગાર નેટવર્ક ચલાવી રહ્યા હિવાંથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એક માણસ આંકડા લખતા, એક લખેલ ચિઠ્ઠીના ફોટા પાડતા અને ત્રીજો શખ્સ રૂપિયા લેતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
હદ તો ત્યારે થઈ ગઈ કે આ વીડિયોમાં ખુલ્લે આમ શખ્સો આંકડા લખી રહ્યા છે. આ વેળાએ શાળાએ જતા ભૂલકાઓ પણ નજરે પડી રહ્યા છે. જેના પર કેવી અસર થાય? તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે. બીજી બાજુ આ સમગ્ર દુષણ મામલે પોલીસની હપ્તાખોરી, રહેમરાહે કે બેદરકારી જવાબદાર છે?? તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યુ છે.