હાલાર: હવામાન વિભાગની આગાહીને લઇને આજે હાલાર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.પરિણામે ગોમતિઘાટ પર આભને આંબતા મોજા દરિયામાં ઉછળ્યા હતા.
દરિયો ગાંડોતૂર થતા પોલીસ દ્વારા પણ પહેરો દોઠવી દેવામાં આવ્યો હતો અને યાત્રિકોને દરિયામાં નહાવાની મનાઈ ફરમાવી દેવાઈ હતી. આમ દરિયો તોફાને ચડતા ડરામણા દ્ર્શ્યો સર્જાયા હતા.
આજે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં વધુ એક ઈંચ જ્યારે કલ્યાણપુરમાં પોણા બે ઈંચ અને ભાણવડમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આમ આજે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં નોંધાયો હતો. ભારે વરસાદને લઈ સ્થાનિક નદી, નાળાઓમાં ભારે પુર આવ્યા હતા. આથી નદીઓ બે કાંઠે વહી હતી.
તાલુકા | આજનો વરસાદ (26/06/2024) (mm) | કુલ વરસાદ(mm) |
દ્વારકા | 0 | 39 |
ખંભાળિયા | 24 | 336 |
કલ્યાણપુર | 42 | 53 |
ભાણવડ | 36 | 103 |
જિલ્લાનો સરેરાસ વરસાદ | 25.50 | 132.75 |
વધુમાં ભાણવડ અને કલ્યાણપુર પંથકની દીઓ અને બજારમાં જાણે નદીઓ વહી હોય તેવા દ્ર્શ્યો સર્જાયા હતા. તો ભારે વરસાદને લઈને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ હતી. આથી જગતના તાતના પણ હૈયા હરખાયા હતાં અને અમુક બાકી રહેતા વિસ્તારમાં આજે વાવણી કાર્યના પણ શ્રીગણેશ થયા હતા.