ગુજરાત રાજ્ય સહીત દેશના વિકાસમાં જામનગરનો અમૂલ્ય ફાળો રહ્યો છે. સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને પ્રવાસન દ્રષ્ટિએ જામનગર ખુબ જ઼ મહત્વનો જિલ્લો છે. વર્ષોમાં વિકાસ વધતા વસ્તીમાં પણ વધારો થયો જેના કારણે જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ પડ્યો, જો કે બંને જિલ્લા વચ્ચે એક જ઼ લોકસભા બેઠક છે. જો કે એક સાંસદ હોવા છતાં જિલ્લાના વિકાસની વાત દિલ્હી સુધી પહોંચી છે અને અનેક વિકાસ કામો થયાં છે. બંને જિલ્લાના લોકોના હજુ અનેલ પ્રાણ પ્રશ્નો ઉકેલવાના બાકી છે.
વિકાસ કેટલો થયો
જામનગરમાં છેલ્લા કેટલાક વર્ષથી અનેક વિકાસના કામો થયાં છે. જેમાં ઓવર બ્રિજ હોઈ કે પછી પ્રવાસનને લગતા કામો હોઈ. પાણીના પ્રશ્નો હોઈ કે પછી માળખાગત પ્રશ્નો હોઈ. જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવર બ્રિજ બની રહ્યો છે. તો દ્વારકામાં હાલમાં જ઼ બેટ દ્વારકા પર સુંદર્શન બ્રિજ હોઈ. જામનગરમાં WHO નું સેન્ટર હોઈ કે પછી શિવરાજપુર બીચ હોઈ. તો રેલવેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકોને ખુબ જ઼ ફાયદો મળ્યો છે. વંદે ભારત ટ્રેન હોઈ કે પછી સાપ્તાહિક ટ્રેનના નાના ગામમાં સ્ટોપ પણ મળ્યો છે.
લોકોની મુખ્ય સમસ્યાઓ શું છે ?
જામનગર અને દ્વારકાના લોકોની મુખ્ય સમસ્યાની વાત કરીએ તો ગામડાઓમાં રસ્તાઓ હજુ બિસ્માર હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતોના મુખ્ય બે મુદ્દાઓ છે, જેમાં 24 કલાક લાઈટ અને કિશાન વીમા યોજનાના લાભ. તો કેટલાક ગામમાં ચેકડેમ, પાણીની સમસ્યાઓ પણ એટલી જ઼ છે. તો શહેરમાં ગટર, રખડતા ઢોરની પણ સમસ્યાઓ હજુ જેમની તેમ જ઼ છે.
મહિલા મતદારો શું ઈચ્છે છે ?
દેશની અન્ય મહિલાઓની જેમ જ઼ જામનગર અને દેવભૂમિ દ્વારકાની મહિલાઓ મોંઘવારીથી પરેશાન છે. જો કે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મહિલાઓ સુરક્ષાને લઈને ખુશ છે. આ સિવાય શાકભાજી, તેલના ભાવ વધારાથી તેમની ચિંતાઓ રહે છે.