દ્વારકા પૌરાણિક અને ધાર્મિક નગરી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે
ગુજરાતનો 25 ટકા દરિયા કાંઠો જામનગર લોકસભા બેઠકમાં આવે છે
સેનાની ત્રણેય પાંખ છે જામનગરમાં
જામનગર લોકસભા બેઠક સરહદી અને છેવાડાનો જિલ્લો છે, ગુજરાતના દરિયાકાંઠા પૈકી 25 ટકા દરિયા કાંઠો જામનગર લોકસભા બેઠકમાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે મળીને જામનગર લોકસભા સીટ બનેલી છે. જામનગરમાંથી જ દ્વારકા જિલ્લો અલગ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા પૌરાણિક અને ધાર્મિક નગરી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તો જામનગર વેપારી ઉદ્યોગ માટે જાણીતું છે. ઓઇલ રીફાઈનરી, પાવર પ્લાન્ટ, બ્રાસ ઉદ્યોગ માટે જામનગર જાણીતું છે. તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા ખુબ જ મહત્વના હોવાથી અહીં સેનાની ત્રણેય પાંખ નેવી, એરફોર્સ અને આર્મીના જવાનો તહેનાત છે.
બેઠકના વિસ્તારની વિશેષતા
ભૌગોલિક દ્રષ્ટિએ જામનગર એ ગુજરાત જ઼ નહિ પરંતુ દેશ માટે ખુબ જ઼ મહત્વનો જિલ્લો છે. કુદરતી તેલનો ભંડાર પણ આ જામનગર જિલ્લામાંથી મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર એમ બે જિલ્લા વચ્ચે એક લોકસભા સીટ છે. પ્રવાસન અને ઔદ્યોગિક દ્રષ્ટિએ આ બંને જિલ્લા ખુબ જ઼ મહત્વna છે.અરબ દેશો સાથે દરિયાઈ માર્ગે વેપાર માટે પણ આ બંને જિલ્લા ખુબ જ઼ મહત્વના છે.
કયા કયા મોટા પ્રોજેક્ટ
જામનગર અને દેવભૂમિ દ્વારકાનો વિકાસ છેલ્લા કેટલા સમયથી ખુબ જ઼ થયો હોઈ તેવું જણાઈ આવે છે. જામનગરમાં WHOનું પ્રથમ પરંપરિક ચિકિત્સાલય બની રહ્યું છે, જે સૌથી મોટી વાત કહી શકાય, આ સિવાય જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવર બ્રિજ પણ બની રહ્યો છે. જેનું કામ એક બે વર્ષમાં પૂર્ણ થશે.
જામનગર લોકસભા બેઠક પર પ્રવાસન સ્થળો
દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જ્યાં આવેલું છે દ્વારકાધીશ જગત મંદિર, નાગેશ્વર જ્યોતિ લિંગ જેવા પવિત્ર સ્થાન તો અહી આ જિલ્લા માં આવેલ છે વિશ્વ વિખ્યાત રિલાયન્સ, ન્યારા, ટાટા જેવી કંપનીઓ દ્વારકા જિલ્લો કે 2011 થી જામનગર માંથી અલગ પડી નવો જિલ્લો બન્યો છે અને અહી આ જિલ્લામાં આવેલી છે વિધાનસભાની બે બેઠકો 81 ખંભાળિયા અને 82 દ્વારકા.
બીજી તરફ વાત કરવામાં આવે તો દ્વારકા ને હેરિટેજ સીટી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હોય છે વિકાસ ખૂબ જ સારો થયેલો છે. દ્વારકા આસપાસ ગોમતીઘાટ ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે રૂક્ષ્મણી મંદિર, સુદામા સેતુ બ્રિજ, ઓખા પાસે આવેલ વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચ, ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે પણ સારો એવો સરકાર દ્વારા વિકાસ કરવામાં આવેલો છે. જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટ જાહેર કરવામાં આવી છે.
આર્થિક વિકાસ કયા ઉદ્યોગો પર આધારિત છે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયા કાંઠે આવેલા જિલ્લાઓ છે. અહીં માછીમારી, ઓઇલ રીફાઈનરી, કેમિકલ ફેક્ટરીઓ આર્થિક વિકાસમાં એન્જીન જેવો ફાળો આપે છે. આ સિવાય જામનગરના બ્રાસ ઉદ્યોગ પણ વૈશ્વિક છે. તો હસ્તકલામાં બાંધણી સાડીનો વ્યવસાય પણ જાણીતો છે.