હાલાર: કલ્યાણપુર તાલુકાના મણિપુર હાબરડી ગામે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેની પીએમ રિપોર્ટમાં હત્યા થયાનો ધડાકો થયો હતો. બાદમાં પોલીસની તપાસમાં સામે આવ્યું કે અવારનવાર ઝઘડા થતાં સગાભાઈ, ભાભી જ ગળુ દબાવી પરલોક પહોંચાડી દીધાનું ખૂલ્યું છે.
દ્વારકા જિલ્લાના મણિપુર હાબરડી ગામે વિરા દેવશી કરમુર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મોતનું કારણ જાણવા પી.એમ રિપોર્ટ કરાવાતા હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વારંવાર થતા ઝઘડાનાં લીધે તેના સગા ભાઈ અરજણ દેવશી કરમુર અને તેની પત્નિ જશીબેને મળી ગળુ દબાવી હત્યાં કરી નાખી હતી. યુવાન બે વર્ષથી અવાર-નવાર ઝઘડા કરીને હેરાન કરતો હોવાથી કંટાળીને રાત્રે ચોરી છૂપીથી વાડીએ જઈ નિદ્રાધીન નાના ભાઈને ગળાટૂંપો આપી દીધો હતો.
હાલ શંકાસ્પદ હિલચાલના આધારે ગણતરીની કલાકોમાં દ્વારકા એલસીબીએ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ પોલીસે બંને સામે હત્યાંનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ખળભળટ મચી ગયો છે.