હાલાર: જામનગર લાલપુર હાઇવે વધુ એક વખત લોહિયાળ બન્યો છે. જેમાં ચેલા ગામથી આગળ એસઆરપી કેમ્પ પાસે ફોરવ્હીલર પલટી ખાઈ જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે કાર ચાલક અન્ય લોકોને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પંચકોશી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગર લાલપુર હાઇવે રોડ પર ચેલા ગામથી આગળ આવેલ એસઆરપી કેમ્પ પાસે હાઇવે પર ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ફોરવીલ કાર રજીસ્ટર નંબર જીજે 10 ડીઆર 60 73 ના ચાલક સુનીલ શિયારામ મહતો(રહે.દરેડ) એ વાયુ વેગે કાર ચલાવી હતી. જેનું નિયંત્રણ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઇ ગાઈ હતી.જેને પગલે કારમાં સવાર જામનગરના માધવબાગ એકમાં રહેતા મેહુલ માલદેભાઈ ચાવડા નામના આહિર યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જે ઈજા જીવલેણ સાબિત થતા મેહુલભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર રાકેશ સીતારામ અને મુન્ના પંડિતને માથાના તથા શરીરના ભાગે ગંભીરતા અને કારના ચાલક સુનિલ મહંતો માથાના તથા મોઢાના ભાગે ઈજા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા છે.
આ પ્રકરણની મૃતક મેહુલભાઈ ચાવડાના પિતા માલદેભાઈ ચાવડાએ પંચકોસી.બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે. હાલ આ પ્રકરણની પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. વી.જે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.