હાલાર: જામનગર તા.01 ઓક્ટોબર, ભારત સરકાર દ્વારા ખરીફ 2024-25 ના પાકો માટે ટેકાનો ભાવો જાહેર કરેલ છે. જે અન્વયે મગફળી માટે રૂ.6,783, મગ માટે રૂ.8,682, અડદ માટે રૂ.7,400 અને સોયાબીન માટે રૂ.4,892 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.
પાક | ભાવ પ્રતિ ક્વિન્ટલ | ભાવ પ્રતિ મણ |
મગફળી | ₹. 6,783 | ₹. 1,356.6 |
મગ | ₹. 8,682 | ₹. 1,736.4 |
અડદ | ₹. 7,400 | ₹. 1,480 |
સોયાબીન | ₹. 4,892 | ₹. 9,78.5 |
સદરહુ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તા.11/11/2024થી શરૂ કરવામાં આવશે. આ ખરીદીમાં જે ખેડુતો ઉક્ત પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓને તા.03/10/2024થી તા.31/10/2024 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.