હાલાર: જામનગરમાં રોજી પેટ્રોલપંપ પાસે સરદાર પટેલ આવાસમાં બ્લોક A-2માં ફલેટ નંબર 1203મા ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. જ્યાં લાખો રૂપિયા અને દારૂની વ્યવસ્થા સાથે જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઉઠાવી લીધા હતા. જેમાં રૂપિયા 2,88,500 નો મુદ્દામાલ તેમજ ફ્લેટમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ પણ પોલીસે કબજે કરી છે.
જામનગર એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ બારડ તથા રૂષિરાજસિંહ વાળાને જુગાર મામલે બાતમી મળી હતી. જેને લઇને જામનગર શહેરમાં રોજી પેટ્રોલપંપ પાસે સરદાર પટેલ આવાસમાં બ્લોક એ-2,માં ફલેટ નંબર 1203 માં પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂના ફલેટમાં દારુની વ્યવસ્થા સાથે જુગારની જમાવટનો પર્દાફાશ થયો હતો.
પોલીસે જુગાર રમાડનાર રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ (રહે-એરફોર્સ-રની સામે સરદાર પટેલ ભવન, ફલેટ નંબર 1203 જામનગર મુળ કૃષ્ણગઢ તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકા), નિતીનભાઈ ધનજીભાઈ ચાવડા (રહે. ગોકુલનગર જામનગર મુળ- બેરાજા તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્રારકા), વિપુલભાઇ શંકરલાલ દામા (રહે. દિ.પ્લોટ-58, ગરબીચોક, ભાનુપ્રોવિઝન સ્ટોરની બાજુમાં) હમીરભાઇ ગોવાભાઈ વાળા (રહે. સિધ્ધીવિનાયક પાર્ક, શેરી નંબર-11, સાધના કોલોની પાછળ, જામનગર), શૈલેષભાઇ મુળજીભાઈ આદ્રોજા પટેલ (રહે. સરપદડગામ રામદેવપીર પ્લોટ, તા.પડધરી જી.રાજકોટ), નિલેશભાઈ ભીખાભાઈ અકબરી (રહે. દરેડ તા.જી.જામનગર મુળ- રીનારી તા.કાલાવડ જી.જામનગર) અને અનિરૂધ્ધભાઇ ગોરધનભાઇ ચોવટીયા (રહે. એમ્યુમેન્ટપાર્ક, ક્રિષ્ટલ કોર્નર એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 101, જામનગર) નામના જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા.
પોલીસે તમામ જુગારીઓને કબજામાંથી રોકડ રૂપીયા 1,52 ,500 5 મોબાઈલ, 1.20 લાખની કિંમતના 4 બાઈક સહિત 2.88 લાખના મુદ્દામાલ તથા રાજેશભાઇ ઉર્ફે રાજુ ભીમશીભાઇ વરૂ રહે…એરફોર્સ-૨ ની સામે, સરદાર પટેલ ભવન, ફલેટ 1203 જામનગર વાળાના કબ્જાના ફલેટમાંથી 4800 રૂપિયાની કિંમતની દારૂની 12 બોટલના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી એલસીબી પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ આર.કે.કરમટા તથા પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઈ મકવાણા ધાનાભાઈ મોરી હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર હરદીપભાઈ બારડ, ઋષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી,બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.