- હસી-મજાક કરતા બાળકો અને મોટા લોકોને પળવારમાં મળ્યું મોત
- 24ના મોતથી આખું શહેર શોકમગ્ન
સૌરાષ્ટ્ર: મોત લઈ ગયું એવી નીંદરમાં કે તમારું હોવું ખ્વાબ બની ગયું… રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ ગુજરાત આખામાં હડકંપ મચી ગયો છે. હસી-મજાક કરતા ભૂલકાઓ સહીત 24 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. બીજી બાજુ મૃતદેહોની ઓળખ કરવા ડીએનએ ટેસ્ટ કરવા સહિતની નોબત આવી છે.
The fire tragedy in Rajkot has saddened us all. In my telephone conversation with him a short while ago, Gujarat CM Bhupendrabhai Patel Ji told me about the efforts underway to ensure all possible assistance is provided to those who have been affected. @Bhupendrapbjp
— Narendra Modi (@narendramodi) May 25, 2024
Extremely distressed by the fire mishap in Rajkot. My thoughts are with all those who have lost their loved ones. Prayers for the injured. The local administration is working to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 25, 2024
ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વિટ. દુઃખ વ્યક્ત કરતાં પીએમ મોદીએ ઘટના અંગે ટ્વિટ કરી જણાવ્યું છે કે, સ્થાનિક પ્રશાસન શક્ય તમામ કામગીરી કરી રહ્યું છે,ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી માહિતીઓ પણ મેળવી છે.
સ્થાનિક તંત્ર જાગ્યું:
રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં માલિક સામે કાર્યવાહી કરવામાં આવી. TRP મોલના ગેમઝોનના કુલ ચાર માલિક છે, જેમાંથી યુવરાજસિંહ સોલંકીની ધરપકડ. ગેમઝોનના મેનેજર નીતિન જૈનની પણ અટકાયત કરવામાં આવી.