હાલાર: જામનગર 9 નંબર અને 66 નંબરની મગફળી જગ વિખ્યાત છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ તમિલનાડુથી વેપારીઓ જામનગર મગફળીની ખરીદી કરવા આવ્યા છે.તેઓએ શરૂઆતમાં જ સીઝનના સૌથી ઊંચા ભાવે 1780 રૂપિયા મણથી ખરીદી કરી છે.
જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે આજે તામિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની 9 અને 66 નંબરની ખરીદી રૂ.1780ના ભાવે કરી મગફળી ખરીદીના શ્રી ગણેશ કર્યા હતા.ખેડૂતને એક મણ મગફળીનારૂ 1780 ઉપજતા જગતના તાંતમાં ખુશીનું મોઝુ ફરી વળ્યું હતું. તેમ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું .
જામનગર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે દશેરા ના પર્વ બાદ 25 થી 30 થી વધુ તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા આવે છે. તેઓ નમ્બર 9 અને 66 મગફળીની ખરીદી કરે છે. અને ગત વર્ષે 250 થી 300 ગાડી મગફળીની ખરીદી કરી હતી. છેલ્લા છ થી સાત વર્ષથી મગફળીની ખરીદી કરવા માટે તામિલનાડુના વેપારીઓ જામનગર માર્કેટિંગ યાર્ડમાં આવે છે.
આ વર્ષે પણ આજે બે તામિલનાડુના વેપારીઓ યાર્ડની હરાજીમાં ભાગ લીધો હતો અને તેઓએ જામનગર તાલુકાના એક ખેડૂતની મગફળીની ખરીદી કરી હતી જેમાં એક મણ મગફળીનો ભાવ રૂ 1780 લેખે 29 ગુણી ખરીદી કરી હતી.. આ ભાવ ખેડૂતોને મળતા ખુશાલીનું મોજું ફરી વળ્યુ છે.