હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં આપઘાતનો હૈયુ હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ પ્રેમીના બ્લેકમેલિંગના પાપે પરણેતાએ મોત વ્હાલું કરી લીધા બાદ હવે પત્નીના વિયોગમાં પતિએ પણ જીવન લીલા સંકેલી લેતા ખળભળાટ મચી ગયો છે.
રુવાટા ઉભા કરી દેતા આ પ્રકરણની વિગત એવી છે કે મીઠાપુર પંથકમા પરીણીતાએ આપઘાત કરી લીધો હતો. જે પ્રકરણમાં બ્લેકમેઇલીંગનું એંગલ પ્રકાશમાં આવ્યું હતું. બાદમાં પરણીતાના પતિ જયેશ રવજી ભરડવા નામનાં કુંભાર યુવાને આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પતિએ પોલીસ ફરીયાદ નોંધાવ્યા પછી પત્નીનાં વિયોગમાં પોતે પણ જીવન ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે.
ડિજિટલ યુગમાં પ્રેમના જાળમાં ફસાવી યુવતીઓને બ્લેકમેઈલ કરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ આવી એક ઘટના બનવા પામી હતી. દ્વારકાના મીઠાપુરમાં રહેતી એક યુવતીનો ઘણા સમય પહેલા ગાજીયાબાદના યુવક રાજીવ ઉર્ફે વિકી સક્સેના સાથે પ્રેમ સંબંધ હતો. ત્યાર બાદ યુવતીના લગ્ન બીજે થઈ ગયા હતા. યુવતી જ્યારે પુર્વ પ્રેમીના સંપર્કમાં હતી તે દરમિયાન પ્રેમીએ યુવતીને ભોળવીને તેના બીભત્સ ફોટા લઈ લીધા હતા. અને જ્યારે યુવતીના લગ્ન થઈ ગયા તે પછી પણ આ પુર્વ પ્રેમી તેને મળવા આવવા અવાર નવાર દબાણ કરતો હતો. એક દિવસ યુવતીએ મળવાની ના પાડતા આરોપીએ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. બાદમાં બદનામીના ડરથી યુવતીએ જીવતરનો આણ્યો હતો. હવે તેના પતિએ પણ મોત વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે.