હાલાર: જામનગરમાં વ્યાજખોરી એટલે સૌથી સળગતી સમસ્યા. તેવું આપણે કહી શકીએ કારણ કે વ્યાજખોરોએ માઝા મૂકી છે અને લૂંટારો બનેલા વ્યાજખરો આડેધડ રૂપિયા ઉઘરાવી અને જરૂરિયાતમંદોના લોહી ચૂસી રહ્યા છે. ગઈકાલે એકી સાથે ચાર ફરિયાદ નોંધાયા બાદ વધુ એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં આરોપીએ 1.40 લાખ રૂપિયાના 10.25 લાખ રૂપિયા વ્યાજ સહિત વસૂલી લઈ વધુ રકમની માંગ કરી મરી નાખવાની ધમકી આપ્યાની ચોક આવનારી ફરિયાદ નોંધાય છે.
જામજોધપુરના કલ્યાણપુર ખાતે રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા આશિષભાઈ વલ્લભભાઈ વરસાણીએ આરોપી ઈશાભાઈ તારમામદ સંધિ નામના સખપર ગામના શંખ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા અનુસાર અશિશભાઈના પિતાને સામાજીક તથા ખેતીવાડી કારણોસર રૂપિયાની જરૂરીયાત ઉભી થતા આરોપીએ રૂ 1,40,000 માસીક 3 ટકા (એટલે કે વાર્ષીક 36 ટકા) ના ઉચા વ્યાજ દરે આપ્યા હતા.
બાદમાં આશિષભાઈ ના પિતા વલ્લભભાઇની કલ્યાણપુર તા- જામજોઘપુર જી- જામનગર જુના સ.ન. 219 પૈકી 1 જમીન હેકટર 0-81-95 જમીનનો વેચાણ દસ્તાવેજ નં- 278 તા- 25/03/2008કી રૂ 40,000 નો જામજોઘપુર રજીસ્ટર કચેરીનો દસ્તાવેજ કરાવી લીધો હતો. એટલું જ નહિ આ નાણા પરત કર્યેથી આ જમીનનો દસ્તાવેજ કરી આપી તે વચન અને વિશ્વાસ આપી આ જમીન ઉપર એસ.બી.આઇ. ઘાફાની શાખામાંથી લોન મેળવી લિધિ હતી.
આ લોન ચાલુ હોવા છતા આરોપીએ જમીનનો જામજોઘપુર રજીસ્ટર કચેરી જી- જામનગર વેચાણ દસ્તાવેજ નં- 311 તા- 14/02/2011 કી- 1,40,000 નો કરી આપી નો- ડયુ સર્ટી નહી આપી , જમીન રેવન્યુ રેકર્ડે નહી ચડવા દીધું હતું. તેમજ આ જમીનમાં પોતાના પરીવારના સભ્યોના નામ વારસદાર તરીકે ચડાવી દીધા હતા.
બાદમાં વલ્લભભાઈને ઉચા વ્યાજે આપેલ રૂ- 1,40,000 અન્વયે વ્યાજ સહીત રૂ- 10,25,000 વસુલી લીધા હતા. એટલું જ નહિ રૂ 16,00,000 ની માંગણી કરી ફરીયાદી તથા તેના પિતા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. વધુમાં જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. હાલ પોલીસે આર્પી સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.