- ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહનું રીઝલ્ટ થયું જાહેર
- દેવભૂમિ દ્વારકામાં સામાન્ય પ્રવાહમાં 95.03% તથા વિજ્ઞાન પ્રવાહમાં 83.46 ટકા પરિણામ
હાલાર: વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહનું આજે રીઝલ્ટ જાહેર થયું છે. જે રીઝલ્ટ જાહેર થતાની સાથે જ અનેક પરિવારોના આંગણે હરખની હેલી હરખી છે.ખાસ વાત તો એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતનો છેવાડાનો જિલ્લો હોવા છતાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરી ડંકો વગાડ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં સામાન્ય પ્રવાહમાં 95.03% તથા વિજ્ઞાન પ્રવાહમાં 83.46 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ભાણવડ કેન્દ્રનું 96.77 પરિણામ આવ્યું છે. જયારે મીઠાપુરનો 91.92 ટકા અને દ્વારકાનું 90.53 પરિણામ આવ્યું છે.વધુમાં ભાટીયાનું 94.88 ટકા અને ખંભાળિયાનું 95.38 ટકા પરિણામ આવ્યું છે.
જયારે વિજ્ઞાન પ્રવાહમાં દ્વારકા જિલ્લાનું 85 46 ટકા પરિણામ આવ્યું હતું. સાથે જ ખંભાળિયાનું 90.07 અને મીઠાપુરનું 73 ટકા રીઝલ્ટ આવ્યું છે. વધુમાં દ્વારકા જિલ્લો પરિણામની દ્રષ્ટિએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં આઠમા ક્રમે આવેલો છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં નવમા ક્રમે આવેલો છે. ખુશીની વાત તો એ છે કે કેટલીક શાળાઓનું પરિણામ 99 અને 100 ટકા સુધી આવેલું છે.
કલ્યાણપુર તાલુકાના રાજપરા સ્કૂલનું પરિણામ 100% આવેલું છે. 44 માંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં સામાન્ય પ્રવાહમાં 23 વિદ્યાર્થીઓ ધોરણ 12 માં પાસ થયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમા રાબેતા મુજબ A1 ગ્રેડમાં દ્વારકા જિલ્લામાંથી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રીઝલ્ટમાં જામનગર, અમદાવાદ, નવસારી, ગાંધીનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, ભરૂચ, આણંદ સહિતના તમામ જિલ્લાઓ કરતા દ્વારકા જિલ્લાઓ પરિણામમાં મોખરે છે. જે દ્વારકાવાસીઓ માટે ખુશીની વાત છે.