- ખારેક આખા વર્ષમાં માત્ર એકથી દોઢ મહિના માટે જ મળે છે
- ખારેક વાળને જાડા અને મજબૂત બનાવવામાં અને ચરબી ઘટાડવામાં છે ફાયદાકારક
જીવનશૈલી: તમે ખજૂર ખાવાના ફાયદા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય ખારેકના ફાયદા વિશે સાંભળ્યું છે? ખારેક એ રણનું ફળ છે. ખારેક એ સામાન્ય રીતે ચોમાસાના આ સમયગા દરમિયાન એકથી દોઢ મહિના માટે જ આવે છે. તેથી જો તમે તેના સ્વાસ્થ્ય લાભ મેળવવા માંગતા હોવ તો હવે તમે અત્યરે જ ખાવાની ચાલુ કરો બાકી પછી આવતા વર્ષે છેક વારો આવશે. પણ ખારેક ખાતા પહેલા તેનાં દરેક ફાયદાઓ વિષે જાણી લો નહીં તો પછી થશે પસ્તાવો.
ખારેકમાં ક્યાં-ક્યાં પોષક તત્વો આવેલા છે તમે જાણો છો?
કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ગુડ ફેટ (ફાયદાકારક ચરબી), ડાયેટરી ફાઇબર, પ્રોટીન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, ઝિંક, વિટામિન-B6, A અને K આ સિવાય આયર્ન જેવા ઘણાપોષક તત્વો ખારેકમાંથી મળી આવે છે. આ તમામ પોષક તત્વો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ખારેક ખાવાનાં છે અનેક ફાયદા:
વાળ ખરવા: ખારેકમાં વિટામિન B6 પણ જોવા મળે છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેને ખાવાથી તે વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ છે આ સાથે-સાથે તમે ખારેકનાં માસ્કને પણ વાપરી શકો છો.
વજનમાં ઘટાડો: તમને જાણીને નવાઈ લાગશે કે, ખારેકમાં જોવા મળતી કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. કેલરી ઓછી હોવા ઉપરાંત તેમાં ફાઈબરમાં સમૃદ્ધ પ્રમાણમાં જોવા મળે છે. તેથી તે ફાઈબરનો સારો સ્ત્રોત પણ છે જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. વજન ઘટાડવા માટે તમે તેને સવારના નાસ્તામાં ખાલી પેટ પર ખાઈ શકો છો.
એનિમિયા: જે લોકોના શરીરમાં એનિમિયા છે તેમના માટે પણ ખરેકનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ખારેકમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે જે લોહી વધારવામાં મદદ કરે છે.
કબજિયાતથી રાહત: ખારેકમાં ફાઇબર અને આયર્ન પણ મળી આવે છે જે કબજિયાતથી રાહત અપાવવામાં મદદરૂપ છે. ખારેકનું નિયમિત સેવન કરવાથી પેટમાં દુખાવો, પેટમાં ખેંચાણ અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે.