- દેવભૂમિ દ્વારકા અફાટ સૌંદર્યથી ભરપૂર બીચ આવેલ છે
- શિવરાજપૂર બીચની શોભા છે અપરંપાર
- ‘બ્લુ ફ્લેગ બીચ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ લક્ષદ્વીપની સુવિધાથી અભિભૂત થઈ ફોટા શેર કરી અફાટ સુંદરતાના વખાણ કર્યા હતા અને પ્રવાસીઓને મુલાકાત લેવા અનુરોધ પણ કર્યો હતો. ત્યારબાદ માલદીવ્સના એક મંત્રીની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ ઉભો કર્યો છે અને હાલ આ મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અફાટ સૌંદર્યથી ભરપૂર બીચ આવેલ છે જેનું નામ છે શિવરાજપૂર બીચ. આ બીચની મુલાકાત એક વખત દરેક ગુજરાતીએ લેવા જેવી ખરી.દ્વારકાની નજીક એવા ઘણા ટાપુઓ અને પ્રાકૃતિક દ્રશ્યો આવેલા છે કે જેને જોઈને તમારૂ મન ખીલી જશે. કારણ કે અહિંયા પ્રાકૃતિક સૌંદર્યની ખાણ છે. ભગવાને આ ધરતીના ટુકડા પર ચાર હાથે સુંદરતા વેરી છે. ત્યારે આજે અમે આપને દ્વારકા નજીક આવેલા એક એવા સમુદ્રની કે જેને સૌરાષ્ટ્રનો બ્લુ બીચની સુંદરતાથી અવગત કરાવશું.
ક્યાં આવેલો છે શિવરાજપુર બિચ?
શિવરાજ બીચ કે જે દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો છે. આ બિચને ઓક્ટોબર 2020માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા ‘બ્લુ ફ્લેગ બીચ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.. ત્યારથી શિવરાજપુર બીચ ખુબ જ પ્રખ્યાત થઈ ગયો છે.બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ માનવામાં આવે છે. ત્યારે શિવરાજપુર બીચને આ બ્લુ ફ્લેગ બીચનું સર્ટીફિકેટ મળેલુ છે. શિવરાજપુર બીચ પર તમને કુદરતના અદભુત સૌંદર્યનો નજારો જોવા મળશે.
કઈ કઈ સુવિધાઓ છે શિવરાજપુર બિચ પર?
શિવરાજપુરના દરિયા કિનારે જશો તો તમે ગોવાના બીચને પણ ભુલી જશો. કારણ કે અહિંયાનું પાણી એકદમ સાફ અને સ્વચ્છ છે.. જેથી તમે દરિયાની પારદર્શકતા અહિંયાથી જોઈ શકશો. આ બીચ પર તમે પ્રીવેડિંગ શૂટ પર સરળતાથી કરાવી શકો છો. શિવરાજપુર બીચ પર ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક સહિતની અનેક સુવિધાઓ અહિંયા છે.
અત્યારે તો શિવરાજપુર બિચએ પ્રવાસીઓ માટે ખુબ જ સુંદર નજારો આપતું સ્થળ બન્યું છે. તમને અહિંયા વિવિધતા સભર દરિયાઈ જીવ સૃષ્ટિનો અનોખો સંગમ જોવા મળશે. અહિંયા તમે સ્કુબા ડાઈવિંગ પણ કરી શકો છો. આ બીચ પર નવા યુગલોથી લઈને સિનિયર સિટીઝન અહિંયા આવીને કુદરતના ખોળે બેસીને મન ભરીને પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિનો અનુભવ કરી શકશો. શિવરાજપુરના આ દરિયા કિનારે તમે પાણીમાં છબ છબીયા કરી શકો, દરિયાના તળિયે જઈને ડુબકી મારી શકો, ટેન્ટમાં રહેવની મજા માણી શકો અને ટેન્ટમાં જ બેસીને ભોજનનો આનંદ પણ માણી શકો છો. જેથી અહિંયા વેકેશન પડતા જ સહેલાણીઓ ઉમટી પડે છે.
Get Next Generation NCLEX Questions And Answers for your upcoming ?????-?? or ?? ????.