- જામનગરમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો
- લાંચ સ્વીકારતા શખ્સને જામનગર એ.સી.બી.એ ઉઠાવી લીધો
- ખેડૂતો પાસેથી 150 ની લાંચ લેતો VCE એસીબીની ઝપટમાં
હાલાર: મોરકંડા ગામની ગ્રામ પંચાયત એ નિમણૂક કરેલ વીસીઈ દ્વારા ખેડૂતોને તેઓના ખેતરના ૭- અ ,૧૨,તથા હકપત્ર -૬ મુજબના દાખલા કાઢી આપવાના એક દાખલા ના રૂ.૫/- ખેડૂતો પાસેથી સરકારના નિયમોનુસાર લેવાના હોય છે.
પરંતુ આ વીસીઇ ખેડૂતો પાસેથી એક દાખલા ના રૂપિયા ૫ લેવાના બદલે રૂપિયા 10 લેતા હતા. આથી આ હકીકત આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કર્યું હતું. જોકે જાગૃત નાગરિક આ રકમ આપવા ઈચ્છતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને છટકુ ગોઠવી મોરકંડા ગ્રામ પંચાયત બિલ્ડીંગમાં રૂપિયા સ્વીકારતા એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો હતો.
આ છટકા દરમ્યાન આ કામના આરોપી નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ, ગ્રામ પંચાયત વીસીઇ (કોમ્પયુટર ઓપરેટર) મોરકંડા ગ્રામ પંચાયત (રહે મોરકંડા તા. જી. જામનગર , કરાર આઘારીત) એ ખેડૂતો પાસેથી દાખલા કઢાવવાના નામે 150 ની લાંચ માંગી હતી. જે સ્વીકારતા રંગે હાથ ઝપટે ચડ્યો હતો.
આ દરમ્યાન ડિકોય કરનાર અધિકારી ઈન્ચાર્જ જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન પીઆઇ એમ. ડી.પટેલ, સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, (મદદનીશ નિયામક, ઈન્ચાર્જ રાજકોટ એ.સી.બી.એકમ, રાજકોટ) સહિતનો સ્ટાફ જોડાયો હતો.