હાલાર: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત હાલાર જાણે ક્રાઇમના બોમ્બ પર બેઠો હોય તેમ દિવસેને દિવસે ગુન્હાઓમાં ચિંતાજનક વધારો નોંધાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર જિલ્લાના નાની ખાવડી સીમ વિસ્તારમાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા હાહાકાર મચી ગયો છે.
ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો છે લ. હાલ હત્યાંના વારદાતને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ બનાવી છે.
સમગ્ર જામનગર જિલ્લામાં સનસનાટી મચાવતી આ ઘટનાની પ્રાથમિક વિગત એવી છે કે જામનગરના નાની ખાવડી નજીક આવેલ સીમ વિસ્તારમાં રાજપૂત યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે. આરોપીઓએ બે રહેમીપૂર્વક તિક્ષણ હથિયાર વડે બળભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા નામના યુવાનનું ગળું કાપી નાખ્યું છે. જે લોહિયાળ હાલતમાં હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલેસ સ્થાનિકો દ્વારા પોલીસની જાણ કરવાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો.મૃતક યુવક ગઈકાલ રાત્રીથી તેમના ઘરેથી બહાર જતો રહ્યો હતો. જેની આજે લાશ મળી આવી છે.
પોલીસે ઘટનાસ્થળે ઘટના સ્થળે નિવેદનો લીધા બાદ પંચનામું કરી અને બનાવ મામલે હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં યુવાનના મૃતદેહને પોસ્ટ ર્મોટમ કરાવવા સહિતની કવાયત હાજરી છે. કયા કારણસર યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે તે મામલે હજુ કોઈ સત્તાવાર કડી સામે આવી નથી પરંતુ પોલીસ તપાસમાં આગામી સમયમાં હત્યાનું કારણ સામે આવી શકે છે.