- લગ્નમાં હાજરી આપવાના ઓરી લે છે લાખો રૂપિયા
- અંબાણી પરિવારના આંગણે બન્યા હતા મહેમાન
જામનગરમાં અંબાણી પરિવારના પ્રિવેડિંગ જલસોમાં હાજર રહ્યા બાદ ઓરી ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં ઓરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે “ઓરી”એ એક ઈન્ટર્વ્યુમાં આ અંગે ખુલાસો કરતા જણાવ્યુ છે કે તેને એક લગ્નમાં હાજરી આપવાનાં લાખો રૂપિયા મળે છે.
સોશિયલ મીડિયા સ્ટાર “ઓરી” બોલીવૂડ સ્ટાર્સથી લઈ અમિર લોકોની પાર્ટીમાં જોવા મળે છે. હાલમાં જ તે જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફન્કશનમાં જોવા મળ્યો હતો. ઓરી માત્ર ઈવેન્ટ્સમાં જ નહીં પણ અનેક સ્ટાર સાથે પણ અવાર નવાર જોવા મળે છે. પરંતુ અનેક લોકો “ઓરી”ની આવતનાં સ્ત્રોતને લઈ અજાણ હતા.
ઓરીએ તાજેતરમાં જ એક ન્યુઝ એજન્સીને ઈન્ટર્વ્યુ આપ્યુ હતું. જ્યાં તેને કહ્યુ હતુ કે ઈવેન્ટ્સમાં સામેલ થવુ એ જ મારી આવકનો સ્ત્રો છે. ઓરીએ આ ઈન્ટર્વ્યુમાં જણાવ્યુ કે લોકો તેને લગ્ન પ્રસંગોમાં બોલાવવાના 15-30 લાખ રુપિયા આપે છે. તેણે વધૂમાં કહ્યું હતું કે મને પ્રસંગોમાં બોલાવનારા લોકો ઈચ્છે છે કે હુ મહેમાન તરીકે નહીં પણ એક મિત્ર તરીકે પ્રસંગમાં હાજરી આપું. ઓરીના આ ખુલાસાથી સોશિયલ મીડિયામાં તેના વિષે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં જોવા મળ્યો હતો જ્યાં તેના રીહાના સાથેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.