- ગુરુવારે JioCinema એ તેનાં રિચાર્જનાં ભાવ કર્યા જાહેર
- એક મહિના માટે 29 રૂપિયામાં 4k JioCinema
- સાથે-સાથે HBO, Paramount, Peacock અને Warner Bros.ની પણ મજા
JioCinema પ્રીમિયમ હવે ભારતમાં માસિક સબ્સ્ક્રિપ્શન તરીકે ખરીદી શકાશે. સ્ટ્રીમિંગ સેવાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં Viacom18 માલિકીનું પ્લેટફોર્મ વપરાશકર્તાઓને ફિલ્મો અને ટીવી સિરીઝને સ્ટ્રીમ કરવા દેશે આ સાથે જ HBO, Paramount, Peacock અને Warner Bros. નું કોન્ટેન્ટ પણ જોઈ શકાશે.
આ બધુ જ જાહેરાતો વિના અને 4K સુધીના રિઝોલ્યુશન પર જોવા મળશે તેમજ ઑફલાઇન જોવા માટે કોન્ટેન્ટ ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. ડિફૉલ્ટ પ્લાનમાં એક સમયે એક સ્ક્રીન પર સ્ટ્રીમિંગ જોઈ શકશો જ્યારે ફેમિલી પ્લાનમાં ચાર સ્ક્રીન સુધીનો ઉપયોગ કરી શકાશે.
હાલમાં જે રીતે જોઈ શકાય છે એમ.. JioCinema પ્રીમિયમ પ્લાનની કિંમત અત્યારે રૂ.29 એક સ્ક્રીનની ઍક્સેસ સાથે, જ્યારે ચાર-સ્ક્રીન ‘ફેમિલી’ સબ્સ્ક્રિપ્શનની કિંમત રૂ.89 દેખાઈ રહી છે. સાથે આ નોંધવું જરૂરી છે કે, આ એક પ્રારંભિક ઓફર છે આ ઓફર પછી આ પ્લાનની ઓરિજનલ કિંમત રૂ. 59 છે જ્યારે ‘ફેમિલી’ પેકની કિંમત રૂ. 149 પ્રતિ માસ રાખવામાં આવશે.
આ સિવય jioની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે આ સેવા એડ-ફ્રી હશે પરંતુ આ પેકમાં આઇપીએલ અને અન્ય સ્પૉર્ટસનાં ટેલિકાસ્ટનો સમાવેશ કરવામાં નહીં આવે. આ નોંધવું પણ જરૂરી છે કે દર વખતની જેમ જીઓ આ વખત પણ માર્કેટનાં અન્ય માધ્યમો કરતાં સસ્તું બની રહ્યું છે અને અન્ય બધી એપ્લિકેશન માટે જબરી સ્પર્ધા વધારી રહ્યું છે.