હાલાર: જામનગર શહેરના વાલકેશ્વરી રોડ પર બાંધકામ સાઈટ પર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બાંધકામનું કામ કરતો યુવાન બારમાં માળેથી પડયા બાદ તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેની લાંબી સારવાર કારગત ન નિવડતા નિવડતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે વાલ્કેશ્વરી રોડ પર કોચ હાઉસ માધવ સ્કાય લાઇન ખાતે પ્રવીણભાઈ અમરાભાઇ નનોતા નામના 28 વર્ષીય યુવાન આશરે 15 દિવસ અગાઉ બાંધકામ કરી રહ્યા હતા. આ દરમિયાન બારમાં માળેથી અકસ્માતે પડી જતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી દુર્ઘટના અને સાથી કામદારો અને આજુબાજુના લોકોને જાણ થતા ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
જ્યાં સર્જીકલ આઈસીઓમાં તેમની સારવાર ચાલુ હતી. જોકે સારવાર દરમીયાન યુવાનને દમ તોડતા તેનું મોત થયું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. બાદમાં હિરેનભાઈ સુરેશભાઈ ગઢીયાએ સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.