હાલાર: જામનગરના રણજીત નગર વિસ્તારમાં નિવૃત્ત પીઆઈ નો પુત્ર મોબાઇલ કુટણખાનું ચલાવતો હોવાનો ગઈકાલે ભંડાફોડ થયો હતો. જેની ધરપકડ કરાયા બાદ તેની તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા છે. આરોપી સરકારી જગ્યામાં ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. તે અડધી કિંમત મહિલાને અને અડધી કિંમત પોતે રાખતો હોવાનું પણ બહાર આવ્યું છે.હાલ તેને રિમાન્ડ પર લેવાયો છે. મહત્વનું છે કે આરોપી સામે અગાઉ પણ આઠ જેટલા ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે.
જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હતો. આ અંગે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો. મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા.
ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સની બસમાં અંદર પુરુષ ગ્રાહકો માટે એ.સી. ની વ્યવસ્થા, ઉપરાંત લાકડાની શેટ્ટી રાખી ને શરીર સુખ માણવા માટે ગાદલા ઓશિકા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.ઘટનાસ્થળેથી પકડાયેલી યુવતીએ પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબૂલાત કરી છે. અશોક સિંહ ઝાલા પુરુષ ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો. યુવતી પાસેથી પોલીસે 11 હજાર રૂપિયાની રકમ જપ્ત કરી વિકાસ ગૃહમાં પાઠવી છે. અશોકસિંહ મોબાઈલ ફોનના માધ્યમથી તેનું નેટવર્ક ચલાવતો હતો. મોબાઈલ ફોનમાંથી દેશભરની સંખ્યાબંધ યુવતીઓના મોબાઈલ નંબર વોટ્સએપ ચેટ- અશ્લીલ ફોટા મળી આવ્યા છે. પોલીસે આરોપીની અટકાયત કરી 3 દિવસના રિમાન્ડ પર લીધો અને જાણવા મળી રહ્યું છે.