25-10-2021ને સોમવારના દિવસની એ મંગલ ઘડીએ હાલારની ધરતીના પોતીકા અખબાર હાલાર આપડેટનો પ્રારંભ થયો હતો. શરૂઆતમાં અનેક વીટંબળાઓ આવી. છતાં લોક હિત અને લોક સેવાને જ સર્વોપરી માની અમે અમારા ધ્યેય ને વળગી રહ્યા હતા. સત્તા સામે સામા પૂરે ચાલી અને તંત્રની ક્ષત્રીઓનો પર્દાફાશ કર્યો અને લોકહિતના આ પત્રકારત્વની સફરમાં અમે અમારી અલગ ઓળખ ઉભી કરી છે. આ બધામાં તમારો રોલ જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં શબ્દોના સીમાડા ટૂંકા પડે છે.
હવે આ સફળતામાં અમારા મોટા સાથી હાલારની એક એક જનતા રહી છે. હાલારની જનતાએ હાલાર આપડેટની પાથીએ પાથીએ તેલ પાડ્યું છે. એટલે કે લોકોએ આજુબાજુમાં બનતી સારી નરસી ખબરો અમારા સુધી પહોંચાડી અને અમે સમાચારરૂપી આ ખબરોને લોકો સુધી પહોંચાળી છે. હાલારવાસીઓના આ અદ્દભૂત, અપ્રતિમ, અવર્ણનિય, અકલ્પનિય સહકાર બદલ અમને ડિજિટલ વેબ પોર્ટલ શરૂ કરવાની પ્રેરણા મળી. અને આજથી આ પોર્ટલના શ્રી ગણેશ થયા છે. હવે આખબાર અને સોશિયલ મીડિયાની માફક આ પોર્ટલને પણ પ્રગતિના માર્ગે લઈ જવાની જવાબદારી મારા એક એક હાલારવાસીની છે.
લોકહિતાર્થ અમે પત્રકારત્વની આ સફરમાં દ્વારકા જિલ્લાનું સૌથી મોટું સસ્તા અનાજનું કૌભાંડ છતું કર્યું હતું અને ગરીબોના હકનું અજાન હડપ કરી જતા ડાઘીયાઓ પર કાર્યવાહી કરવા તંત્રને ફરજ પાડી.વધુમાં પંથકની જીવાદોરી સમાજ સાની ડેમ અને વિદ્યાર્થીઓના હિતમાં સરકારી કોલેજના કામનો પ્રારંભ કરાવ્યો. વધુમાં રોડ રસ્તાના કામો અને તાજેતરમાં જામનગરના નવાગામ ગામની શાળાને નવુરૂપ આપવામાં પણ હાલાર આપડેટ નિમિત્ત બન્યું છે. એનો અમને પોરસ છે અને આખી જિંદગી રહેશે.
લોકોનું હિત આજે પણ અમારા માટે સૌથી પહેલા છે અને ભવિષ્યમાં પણ રહેશે. દબાયેલાનો અવાજ બનશે હાલાર આપડેટ. આગામી સમયમાં પણ આવો જ હેત અને વ્હાલ અકબંધ રાખજો. સહકારની ભાવના બદલ એક એક હાલારવાસીના અમે જિંદગીભર ઋણી રહીશું..