રાષ્ટ્રીય: અબજોપતિ ઉદ્યોગપતિ અને ઉદાર વ્યક્તિ ધરવતા મોટા ગજાના ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું છે. તેઓએ 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ લેતા ઉદ્યોગ જગતને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે.ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં તેઓનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે.
અબજોપતિ ઉદ્યોગપતિ અને ખૂબ જ ઉદાર વ્યક્તિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
તેઓ સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે. નોંધનીય છે કે, રતન ટાટાને 1991માં 21 વર્ષની ઉંમરે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટા ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા.