છેલ્લા ઘણા સમયથી જામનગર વાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવું બસ સ્ટેન્ડની કાયાપલેટ થઈ જશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવા બની રહેલા બસ સ્ટેન્ડ નો ખાત મુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. હાલનું જે બસ સ્ટેન્ડ છે તે ખુબ જ જર્જરી છે અને ખૂબ જ ખરાબ હાલતમાં છે. જામનગર વાસીઓ માટે બસ સ્ટેન્ડ નવું બને તે એક પ્રશ્ન હતો પરંતુ હવે આ પ્રશ્ન નો ઉકેલ આવી ગયો છે.ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગરનું એસ.ટી.બસ સ્ટેન્ડ નવું બનાવામાં આવશે.
કેટલો ખર્ચ થશે ?
આ નવા નિર્માણ થનાર એસ.ટી.બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત મેયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જામનગરમાં જૂનું બસ સ્ટેન્ડ છે એ તોડી પાડીને તેની જગ્યાએ નવું અધ્યતન બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. નવા બસ સ્ટેન્ડ માટે રૂ.1448.25 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ નવું બસ સ્ટેન્ડ 17263 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં ફેલાયેલું હશે. એટલું જ નહિ આ નવું બસ સ્ટેશન બે માળનું હશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મુસાફરો માટે રેસ્ટોરન્ટ રૂમ, ડ્રાઇવર કન્ડકરત માટેની સુવિધા અને 8 દુકાનો હશે.
કેવું હશે નવું બસ સ્ટેન્ડ ?
- = 13 પ્લેટફોર્મ
= મુસાફરો માટે વેઇટીંગ હોલ
= બુકીંગ-રીઝવેર્શન બારી.
= સ્ટુડન્ટ પાસ ઇન્કવાયરી.
= વીઆઇપી વેઇટીંગ રૂમ.
= લેડીઝ, જેન્ટસ રેસ્ટરૂમ.
= બેબી ફીડીંગ રૂમ.
= કીચન સાથે કેન્ટીન.
= વોટર રૂમ, વોશ એરિયા.
= મુસાફરો માટે શૌચાલય.
= દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધા