હાલાર: જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં અંદાજે 2 માસ પહેલા થયેલ હત્યાનો બનાવ હજુ તાજો છે ત્યાં જામનગરમાં વધુ એક યુવાનની લોથ ઢળતા સનસનાટી મચી ગઇ છે. રૂપિયાની લેતી દેતી મામલે યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઇ છે.
ગત મોડી રાતના આ બનાવને લઇને શહેર ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે અને જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગ્યો હતો. જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા મામલે પિતા પુત્ર સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી બાજુ હત્યારાના સગળ મેળવવા કવાયત આદરી છે.
આ ચકચારી પ્રકરણની વિગત એવી છે કે પટેલનગર જડેશ્વર ચાર રસ્તા પાસે ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો.જામનગરના પટેલ નગર શેરી નંબર ત્રણમાં સંસ્કાર સ્કૂલ સામે હર્ષદ મીલની ચાલી પાછળ રહેતા શબીરભાઇ ઉર્ફે સદામભાઇ ઇકબાલભાઇએ થૈયમએ રીક્ષાવાળા જયરાજસિંહ દરબારને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. તે પૈસા લેવા માટે શબીરભાઇ જડેશ્વર ચાર રસ્તા ખાતે ગયા હતા.
જ્યાં જયરાજસિંહના સબંધી ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ સાથે બોલાચાલી અને માથાકુટ થઈ હતી. જોત જોતામાં મામલો ઉગ્ર બનતા ધર્મેન્દ્રસિંહનો પુત્ર નિરંજનસિંહ ચૌહાણ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને શબીરભાઇને છરીનો એક ઘા ગળાના ભાગે ઝીંકી લીધો હતિમ જ્યારે અને બીજો ઘા છાતિના ડાબી બાજુ મારી ગંભીર જીવલેણ ઇજા કરી હતી. જે ઈજા જીવલેણ નિવડતા શબીરભાઇનુ મોત નિપજ્યું હતું. જેને પગલે બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાના બનાવ મામલે જાણ થતા જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા, પીએસઆઈ ગામેતી, બ્લોચ સહિત કાફલો ઘટના સ્થળે તથા સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હાલ મૃતકના પત્ની અક્ષાબેન થૈયમની ફરિયાદના આધારે પોલીસે આરોપી નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ પ્રફુલ સિંહ ચૌહાણ સામે રતિયા સહિતની વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણની જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પી.પી. ઝા વધુ તપાસ ચલાવી રહ્યા છે.