હાલાર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના પાટીયા પાસે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયું હોવાની ચોકાવનારી ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે અને આ પ્રકરણમાં આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીને શોધી રહી છે.
કાલાવડ ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ચકચારી પ્રકરણની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરવાણીયા ગામના પાટીયા પાસે રામદેવપીરના મંદિરની પાછળ રહેતા મૂળ સુરેન્દ્રનગર પંથકના પરિવારની દીકરીનું અપહરણ થયું છે.
કાલાવડના બાલંભડી ડેમ પાસે નેસડામાં રહેતા ધનાભાઈ રાજવિરભાઈ માલાણી નામના શખ્સે 16 વર્ષની સગીરાનું લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હતું. જે મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ કાલાવડ ટાઉન પોલીસે આરોપી ધનાભાઈ સામે ફરિયાદ નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.