હાલાર: જામનગર શહેરમાં યુવતી પર થયેલ સામૂહિક દુષ્કર્મની ઘટના હજુ તાજી છે. ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જામજોધપુર પંથકની એક પરિણીત યુવતી તથા તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી નરાધમે એક અઠવાડિયા સુધી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અને પરિણીતા ને અગાઉ મૈત્રી સંબધો હતા. બાદમાં બન્ને વચ્ચે અણબનાવ થઈ જતા બન્ને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ જામજોધપુર તાલુકાના વેરાવળ ગામ પાસે આઠ દિવસ સુધી અવારનવાર બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ આ મામલે જામજોધપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સમગ્ર જામનગર જિલ્લામાં ચકચાર મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના વિજયપુર ખારી વિસ્તારમાં રહેતી પરીણીતા પર રાજકોટ તથા જામનગરમાં રહેતા આરોપી અબ્દુલ હુસેન દેથા નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યો છે.
ફરીયાદી પરિણીતા સાથે આરોપી અબ્દુલ હુસેન દેથાને અગાઉ મૈત્રી સબંધો હતા. ત્યારબાદ બન્ને વચ્ચે અણબનાવ બનતા બન્ને જુદા થઇ ગયેલ હતા. બાદમાં આરોપીએ લખણ ઝટકાવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતીને તથા તેની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જામજોધપુર તાલુકાના વેરાવળ ગામ ખાતે તારીખ 16/10/2014 થી 24/10/2024 દરમિયાન યુવતી સાથે સાતથી આઠ દિવસ સુધી અવાર નવાર શરીર સંબંધ બાધી બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી અબ્દુલ હુસેન દેથા સામે બી.એન.એસ.કલમ-૬૪(૨),૩૫૧(૩) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ આદરી છે.