હાલાર અપડેટ ન્યુઝ: જામનગરના પીજીવીસીએલ ના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી. ધ્રોલમા પીજીવીસીએલના જ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર પહેલાં નજર બગાડી બાદમાં સંપર્ક કરીને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર બાબતે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ ધારી છે.
સમગ્ર ચકચારી બનાવો અંગે વિગતે નજર કરીએ તો ધ્રોલ કોન્ટ્રાકટર થોડા સમય કોઈ ગુનામાં જેલમા બંધ હતો. આ દરમિયાન PGVCL ના બાકી બિલ બાબતે કોન્ટ્રાકટરની પત્ની જામનગર સ્થિતિ PGVCL કચેરીમા અધિકારી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાના સંપર્કમા આવી હતી. આ દરમિયાન પીજીવીસીએલ અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર નજર બગાડી હતી અને બાદમા દુષ્કર્મ પણ આચાર્યું હતું. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગત પ્રમાણે વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી ફરિયાદી પર છેડતી અને દુષ્કર્મ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આરોપી હિતેન્દ્રસિંહ રાણા અગાઉ જામનગર પીજીવીસીએલ કચેરીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરિકે ફરજ બજાવતા હતા, હાલ રાજકોટ ખાતે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર તરિકે ફરજ બજાવે છે. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પંથકમાં ભારે ચકચાર મચી ગયો છે તો બીજી બાજુ પીજીવીસીએલ અધિકારી વિરુદ્ધ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને કાયદેસરના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. પોલીસના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આરોપીની અટક કરવાના પણ પગલાં લેવામાં આવશે.