હાલાર: ગુજરાત ATS ને જબરી સફળતા સાંપડી છે. ATS ની ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી આરોપી દીપેશને ઉઠાવી લીધો છે. પ્રાથમિક તપાસમાં આરોપી પાકિસ્તાની જાસુસી એજન્સીના સંપર્કમાં હોય અને તે કોસ્ટ ગાર્ડની જાસુસી કરતો હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે ખળભળાટ મચી ગયો છે.
આ ચકચરી પ્રકરણની જાણવા મુજબ ગોહિલ દિપેશ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. પાકિસ્તાન જાસૂસી એજન્સી સાથે સંપર્કમા રહી માહિતી મોકલતો હોવાનું બહાર આવ્યું છે.
આરોપી દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ આરંભી દેવામાં આવી છે.