હાલાર: જામનગરના હાપા વિસ્તારમાં રહેતા પાંચ કુટુંબી ભાઈઓ કે જેઓ ગઈકાલે રાત્રે પદયાત્રા કરીને જામનગર થી ધ્રોલના સણોસરા ગામે પોતાના કુળદેવીએ દર્શનાર્થે જઈ રહ્યા હતા, જે દરમિયાન સોયલ ટોલનાકા નજીક કોઈ અજ્ઞાત વાહન ના ચાલકે પાંચેય પદયાત્રીઓને હડફેટમાં લઈ લેતાં બે પિતરાઈ ભાઈઓના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે, તે પૈકી એક ની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે. આ બનાવને લઈને મૃતકના પરીજનોમાં ભારે કરુણંતીકા છવાઈ છે.
આ કરુણાંતિકાની પ્રાથમિક વિગત એવી છે કે જામનગર રાજકોટ હાઇવે પર આવેલ ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા નજીક ગત મધરાત્રે અકસ્માત સર્જાયો હતો.જામનગરના હાપા કોલોનીમાં રહેતા એક જ પરિવારના સુરેશ વિનોદભાઈ પીપળીયા ૧૭, કુણાલ દિપકભાઈ પીપળીયા ૧૬, ચિરાગ દિલીપભાઈ પીપળીયા 17 જયદેવ દિલીપભાઈ પીપળીયા 18, રોહિત રમેશભાઈ પીપળીયા 22 નામના યુવાનો જામનગર થી પદયાત્રા કરીને સણોસરા ગામે આવેલા પોતાના કુળદેવીના દર્શન અર્થે જઈ રહ્યા હતા.
આ દરમિયાન ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. કાળ બનીને આવેલી કારના ચાલકે કચડી નાખતા સુરેશ વિનોદભાઈ પીપળીયા ૧૭ અને કુણાલ દિપકભાઈ પીપળીયા ૧૬ મોત નામના તરુણનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા ત્રણ ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી.
ચિરાગ દિલીપભાઈ પીપળીયા 17 જયદેવ દિલીપભાઈ પીપળીયા 18, રોહિત રમેશભાઈ પીપળીયા નામના યુવાનો ઘવાતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. જ્યાં મૃતદેહના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી આદરી છે. બીજી બાજુ આ સમગ્ર ઘટનાને લઇ પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.